આમ્રપાલી કૌભાંડમાં મહેન્દ્ર સિંઘ ધોનીની પત્ની સંડોવાઇ છે ?

નવી દિલ્હી, તા. 25 જુલાઇ 2019, ગુરૂવાર 

આમ્રપાલી કૌભાંડમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોનીનું નામ આવ્યા બાદ હવે એની પત્ની સાક્ષીનું નામ પણ ઉપસ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના 270 પાનાંના ચુકાદામાં ફોરેન્સિક ઓડિટ રિપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો છે. આ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આર્થિક ગોલમાલ કરવા માટે આમ્રપાલી ગ્રુપની સિસ્ટર કંપની આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટના ચુકાદાના 85મા પાના પર એવો ઉલ્લેખ છે કે આ કંપનીમાં ધોનીની પત્ની સાક્ષી પચીસ ટકા શેર ધરાવતી હતી અને કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં હતી. 

બાકીના 75 ટકા શેર આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ કુમાર શર્મા પાસે હતા. આમ હવે આ કૌભાંડમાં ધોનીની પત્ની સાક્ષીનું નામ ઉપસ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OjlxX1
via Latest Gujarati News

Post a Comment

0 Comments