ભુજબળ અને એનસીપીના મુંબઇ અધ્યક્ષ પક્ષ છોડવાની આશંકા, હવે શરદ પવારને લાગશે ઝટકો

મુંબઇ, તા.25 જુલાઇ 2019, ગુરૂવાર

મહારાષ્ટ્રના સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારને એક જોરદાર આંચકો લાગવાની તૈયારી હોવાની વાતો મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઇ રહી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની આ વર્ષના નવેંબરમાં ચૂંટણી છે.

ચૂંટણીની પૂર્વસંધ્યાએ શરદ પવારના એનસીપી પક્ષના બે મોટા ગજાના નેતા છગન ભુજબળ અને એનસીપીના મુંબઇ વિભાગના અધ્યક્ષ શિવસેનામાં જોડાઇ રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.

અત્રે એ યાદ રહે કે થોડા દિવસ પહેલાં ભાજપના મુંબઇ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીના કેટલાક સભ્યો પક્ષ છોડી દેવાના છે. છગન ભુજબળ તો પહેલાં શિવસેનામાંજ હતા અને શિવસેનાના નેતા તરીકે મુ્ંબઇમાં મેયર પણ રહી ચૂક્યા હતા. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે સાથે મનદુખ થતાં તેમણે શિવસેના છોડી હતી.

મુંબઇ એનસીપી પ્રદેશ પ્રમુખ સચિન આહિર પણ શિવસેનામાં જોડાય એવી શક્યતા નકારી કઢાતી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પત્રકાર પરિષદ સંબોધવાના છે એમાં મોટી જાહેરાત થવાની શક્યતા છે. આ અફવા સાચી હોય તો શરદ પવારને મોટો ફટકો પડવાની શક્યતા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32RVLMI
via Latest Gujarati News

Post a Comment

0 Comments