
હેડિંગ્લે, તા.5 જુલાઈ 2019, શુક્રવાર
વિન્ડિઝ સામેના આખરી અને ઔપચારિક મુકાબલામાં અફઘાનિસ્તાનના ૧૮ વર્ષના વિકેટકિપર બેટ્સમેન ઈકરામે લડાયક દેખાવ કરતાં ૮૬ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે સચિન તેંડુલકરનો ૨૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
વર્લ્ડ કપમાં ૧૮ વર્ષની ઉંમરે એક ઈનિંગમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ હવે ઈકરામના નામે નોંધાઈ ચૂક્યો છે. તેણે વિન્ડિઝ સામે ૯૨ બોલમાં ૮૬ રન ફટકાર્યા હતા. જ્યારે ૧૮ વર્ષીય તેંડુલકરે ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ૮૪ રન ફટકાર્યા હતા. ઈકરામે કહ્યું કે, તેંડુલકર જેવા મહાન બેટ્સમેનનો રેકોર્ડ તોડવો ગૌરવની બાબત છે. બેટીંગમાં મારો આદર્શ કુમાર સંગાકારા છે. જ્યારે હું બેટીંગ વિશે વિચારૂ છું, ત્યારે મારા મનમાં સંગાકારા જ ઉભરી આવે છે.
દરમિયાનમાં વર્લ્ડ કપમાં તમામ નવ લીગ મેચો હારનારી અફઘાનિસ્તાનની ટીમના કેપ્ટન ગુલબદ્દિન નાઈબે ટીમના ચાહકોની માફી માગી હતી. તેણે કહ્યું કે, દરેક મેચમાં અમે ઘણી ભુલો કરી હતી અને આ કારણે અમારે હારનો સામનો કરવો પડયો. અમારા ખેલાડીઓની ફિટનેસ પણ અન્ય ટીમો કરતાં ખુબ જ ઉતરતી રહી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FUWKlw
via Latest Gujarati News
0 Comments