
લંડન, તા. 6 જુલાઈ 2019, શનિવાર
ધોનીનો આવતીકાલે જન્મદિન છે. ૭ જુલાઈ ૧૯૮૧ના રોજ જન્મેલો ધોની ૩૮ વર્ષ પૂર્ણ કરશે. ધોનીને તેના જન્મદિનની પૂર્વ સંધ્યાએ આઈસીસીએ વીડીયો પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે 'અ નેમ ધેટ ચેન્જડ ધ ફેસ ઓફ ઈન્ડિયા ક્રિકેટ', 'અ નેમ ઈન્સ્પાયરિંગ મિલિયન્સ એક્રોસ ધ ગ્લોબ', 'અ નેમ વીથ અનડીનાયેબલ લેગેસી.' આઈસીસીએ આ મેસેજ સાથે ધોનીને ભારતીય ક્રિકેટમાં પરિવર્તન લાવનાર, વિશ્વમાં લાખો નાગરિકોને પ્રેરણા પુરી પાડનાર તેમજ નિર્વિવાદપણે જેણે એક વારસો ભેટ ધર્યો છે તેવા ખેલાડી તરીકે નવાજ્યો હતો.
કેપ્ટન કોહલી અને બુમરાહે પણ સંયુક્ત નિવેદન સાથે વીડિયો જારી કર્યો હતો અને ધોનીના પ્રદાન માટે કોહલીએ કહ્યું હતું કે તેની સ્વસ્થતા અને શાંત ચિત્ત હાજરી ટીમને પણ અનેરો વિશ્વાસ સંચાર કરે છે. તેની પાસેથી કેટલું બધું શીખવાનો અવકાશ છે. તે મારો કેપ્ટન હતો અને આજે પણ છે. હું તેની સલાહને હંમેશા ધ્યાનથી સાંભળું છું. અમારા વચ્ચેની સમજનો તાલમેલ પણ ઘણો સારો રહ્યો છે.
બુમરાહે કહ્યું હતું કે ૨૦૧૬માં મેં જ્યારે ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું ત્યારે તે મારો કેપ્ટન હતો. તે હંમેશા મદદ માટે તત્પર રહે છે.
માત્ર ભારતના જ નહીં ઈંગ્લેન્ડના ક્રિકેટરો અને સ્ટોકસ અને બટલરે પણ ધોનીને તેના જન્મ દિને બિરદાવ્યો હતો. સ્ટોકસે ધોની ક્રિકેટ જગતનો એક શ્રેષ્ઠ ખેલાડી અને ઉત્કૃષ્ટ વિકેટકિપર ગણાવ્યો હતો. તેની નજીક અન્ય પ્રતિભા ઉભી રહી શકે તેમ નથી. બટલરે કબૂલ્યું હતું કે વિકેટ કિપિંગમાં તે મારી પ્રેરણા છે. સ્ટમ્પ પાછળ તેના હાથ વીજળીક ત્વરીતતા જ ફરે છે. તે રમતનો પ્રચારક મોડેલ છે. બેટિંગ પણ જોવા જેવી હોય છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jw2AdO
via Latest Gujarati News
0 Comments