વિમ્બલ્ડનઃનડાલે સોંગાને હરાવીને પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો


લંડન, તા.6 જુલાઈ 2019, શનિવાર

બે વખતના ચેમ્પિયન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફ્રાન્સના સોંગાને સીધા સેટોમાં ૬-૨, ૬-૩, ૬-૨થી હરાવીને વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. નડાલની સાથે સાથે આઠમો સીડ ધરાવતા નિશિકોરીએ અમેરિકાના જોન્સનને ૬-૪, ૬-૩, ૬-૨થી પરાજીત કર્યો હતો. 

ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી મેચમાં પોલેન્ડના યુવા ખેલાડી હુર્બેટ હોર્કાઝને ૭-૫, ૬-૭ (૫-૭), ૬-૧, ૬-૪થી મહાત કરતાં અંતિમ-૧૬માં એન્ટ્રી મેળવી હતી. 

અમેરિકાના સેન્ડગ્રામે ઈટાલીના ૧૨મો સીડ ધરાવતા ફોગ્નીનીને ૬-૩, ૭-૬ (૧૪-૧૨), ૬-૩થી હરાવ્યો હતો. અમેરિકાના સેમ ક્વેરીએ ૭-૬ (૭-૩), ૭-૬ (૧૦-૮), ૬-૩થી ઓસ્ટ્રેલિયાના જોન મિલમેનને મહાત કર્યો હતો. ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી મેચમાં બેલ્જીયમના ડેવિડ ગોફિને ૧૧મો સીડ ધરાવતા મેડ્વેડેવને ૪-૬, ૬-૨, ૩-૬, ૬-૩, ૭-૫થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. 

વિમેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર વન ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્લી બાર્ટીએ ૬-૧, ૬-૧થી બ્રિટનની ડાર્ટને હરાવીને આગેકૂચ કરી હતી. સેરેના વિલિયમ્સે પણ ૬-૩, ૬-૪થી જર્મનીની જુલીયા ગોર્જેસ સામે જીત મેળવી હતી. ક્વિટોવાએ ૬-૩, ૬-૨થી પોલેન્ડની લિનેટ્ટેને હરાવી હતી. જોકે ચોથો સીડ ધરાવતી નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સ ચેક રિપબ્લિકની સ્ટ્રાયકોવા સામે ૫-૭, ૧-૬થી અને ૯મો સીડ ધરાવતી સ્ટેફન્સ ૬-૩, ૪-૧, ૧-૬થી બ્રિટનની કોન્ટા સામે હારી જતાં અપસેટ સર્જાયા હતા.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xub9jp
via Latest Gujarati News

Post a Comment

0 Comments