પાકિસ્તાનમાં 40 આતંકવાદી જૂથો સક્રિય છે, પાક PM ઇમરાન ખાને કર્યો એકરાર

વૉશિંગ્ટન, તા. 24 જુલાઇ 2019, બુધવાર

પાકિસ્તાનમાં એક બે નહીં પૂરા 40 આતંકવાદી જૂથો સક્રિય છે એવો સનસનાટી ભરેલો ખુલાસો ખુદ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કર્યો હતો. હાલ ઇમરાન ખાન અમેરિકાની પહેલી મુલાકાતે ગયા છે.

છેલ્લાં પંદર વર્ષમાં પાકિસ્તાને આ માહિતી અમેરિકાને આપી નહોતી. અત્યારે પાકિસ્તાન દેવાળિયાની સ્થિતિમાં છે અને એેને તાકીદે અબજો રૂપિયાની મદદની જરૂર છે. સાઉદી અરેબિયાએ થોડીક મદદ કરી છે તેમ ચીને થોડી મદદ કરી છે. હવે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકા પાસે હાથ લંબાવ્યો છે કે અમને મદદ કરો.

ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનને 9/11 સાથે કશી લેવાદેવા નથી. એ વાત સાચી કે અમે છેલ્લાં પંદર વર્ષમાં કેટલીક માહિતી અમેરિકાથી છૂપાવી હતી. પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 40 આતંકવાદી જૂથો સક્રિય છે. અમેરિકી કોંગ્રેસના સભ્ય શીલા જેક્સને યોજેલા કેપિટલ હિલ રિસેપ્શનમાં ઇમરાન ખાન બોલી રહ્યા હતા. અમે પોતે આતંકવાદી જૂથો સામે લડી રહ્યા હતા. અમને અમેરિકા જેવા દેશોની મદદની જરૂર હતી. અમે એકલે હાથે આતંકવાદ સામે લડી શકીએ એમ નહોતા. 

ઇમરાને એવો દાવો કર્યો તો કે લાદેન પાકિસ્તાનમાં છે એવી માહિતી ખુદ આઇએસઆઇએ સીઆઇએને આપી હતી ત્યારે અમેરિકા લાદેનને ખતમ કરી શક્યું હતું.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Vf1ah
via Latest Gujarati News

Post a Comment

0 Comments