
મુંબઈ, તા. 6 જુલાઈ 2019, શનિવાર
૨૮ જુનના પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૧.૨૬ અબજ ડોલર વધીને ૪૨૭.૬૭ અબજ ડોલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ગોલ્ડ રિઝર્વનો આંક ૨૨.૯૫ અબજ ડોલર રહ્યો હતો એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય મૂડી બજારમાં રોકાણમાં વધારાને કારણે ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે.
ફોરેકસ રિઝર્વના મુખ્ય ઘટક ફોરેન કરન્સી એસેટસનો આંક ૧.૨૫ અબજ ડોલર વધીને ૩૯૯.૯૦ અબજ ડોલર રહ્યો હતો. ૪૨૮ અબજ ડોલર જેટલું રિઝર્વ દેશના ૧૦ મહિનાના આયાત બિલને પહોંચી વળાય એટલું છે.
ફોરેકસ રિઝર્વ આરબીઆઈ માટે નાણાંની કમાણી કરવાનો એક મુખ્ય સ્રોત છે. આરબીઆઈ પોતાની પાસેના રિઝર્વમાંથી વિદેશી સરકારના બોન્ડસ તથા અન્ય સલામત સાધનોમાં રોકાણ કરે છે.
ફોરેકસ રિઝર્વનો ઉપયોગ ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવા માટે પણ થાય છે. ગયા નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કે ગોલ્ડ રિઝર્વમાં ૮ ટનનો વધારો કર્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L4s0Th
via Latest Gujarati News
0 Comments