કાઠમંડુ, તા. 14 જુલાઈ 2019, રવિવાર
રાજધાની કાઠમંડુના કેટલાક ભાગોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મૃતકોમાં 3 સભ્યો એક જ પરિવારના હતા. કાઠમંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધરાશાયી થતા ત્રણેયના મોત નીપજ્યા. અન્ય 3 લોકો પૂર્વના ખોતાંગ જિલ્લામાં ભૂસ્ખલનમાં મોત નીપજ્યા છે.
નેપાળમાં મૂશળધાર વરસાદના કારણે આવેલા પૂર અને તેના કારણે ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અહીં પૂર ભૂસ્ખલનના કારણે 43 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 24 લોકો લાપતા છે. સાથે જ 20 લોકો ઈજાગ્રસ્ત છે 50થી વધારે લોકોને બચાવાયા છે. રેસ્કયુ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો, શોધખોળ અને બચાવ કાર્યોમાં લાગેલી છે.
નેપાળમાં ગત કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અહીંના કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યુ છે. સાથે જ પાણીના તેજ પ્રવાહના કારણે વધારે વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયુ. પૂર અતિસંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને વિસ્થાપિત કરીને સુરક્ષિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. પરિવહન ક્ષેત્ર ખરાબરીતે અસરગ્રસ્ત છે. તમામ પ્રમુખ રાજમાર્ગો પર લોકોની અવર-જવર બંધ છે. એવુ અનુમાન છે કે લગભઘ 6000 લોકો પૂરના પાણીથી ખરાબ પરિસ્થિતિમાં છે. તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયુ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jM0hL4
via Latest Gujarati News
0 Comments