ગઢચિરોલીમાં નકસલી હુમલાના કાવતરાનો પર્દાફાશઃ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.13 જુલાઈ 2019, શનિવાર

ગઢચિરોલીમાં નકસલી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી   દરમિયાન બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

અગાઉ ગઢચિરોલીમાં નકસલવાદીઓના હુમલામાં અનેક નિર્દોષ વ્યક્તિ, જવાનોએ જીવ ગુમાવ્યો છે. પોલીસના ખબરી હોવાની શંકાથી નકસલવાદીઓ ગામમાં ઘૂસીને સ્થાનિક રહેવાસીની હત્યા કરતા હોય છે.

નકસલવાદી ફરી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. પણ પોલીસે હુમલાના તેમના કાવતરાને નિષ્ફળ બનાવી દીધું હતું. નકસલવાદી પાસેથી ૨૫ ડિટોનેટર, પેન્સિલ સેલ, વાયરનું બંડલ, ત્રણ રિમોટ, સહિત બોમ્બ બનાવવાની અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસે નકસલવાદીઓને પકડવા વધુ તપાસ આદરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jLrKwq
via Latest Gujarati News

Post a Comment

0 Comments