વિધાનસભાની ચૂંટણી નજર સામે રાખી મુખ્ય પ્રધાને બે વિધાનસભ્યોને ત્યાં મહેમાનગતી માણી


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.13 જુલાઈ 2019, શનિવાર

વિધાનસભા ચૂંટણીના ગણિતોનું પરિણામ જોઇને સારા પરિણામ આવવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉર્ફે આધુનિક ચાણક્યે પંઢરપુરના પાંડુરંગી સરકારી મહાપૂજા બાંધતા બાંધતા એક વિધાનસભ્યને ત્યાં ચહા પીધી, બીજાને ત્યાં ભોજન કર્યું અને ત્રીજાને ત્યાં ફરાળનો આસ્વાદ લઇને આષાઢી એકાદશી મનાવી હોવાનું જાણવા મળે છે.

શહીદોની વિધવાઓ પ્રત્યે શેરેબાજી કરવાના કારણે વિધાન પરિષદના સદનમાંથી સસ્પેન્ડ થયેલા અને પછીએ પાછું ખેંચવામાં આવેલા વિધાનપરિષદ સભ્ય પ્રશાંત પરિચારકને ઘરે ભોજન કરનાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કલ્યાણરાવ કાળેના ઘરે 'વા હ, તાજ' એવા અંદાજમાં ચહાનો આસ્વાદ લીધો અને કોંગ્રેસ વિધાનસભ્ય ભારત ભાલકેના ઘરે ફરાળ કરીને બધાને ખુશ કરતા કરતા 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નારાની સાત્યતા દાખવી દીધી હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

આષાઢી એકાદશીના નિમિત્તે પંઢરપુરના પાંડુરંગની સરકારે મહાપૂજા બાંધવા માટે નિકળેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ  દશ્યમના (દશમી) દિવસે સોલાપુરમાં દાખલ થયા ત્યાં કોંગ્રેસ વિધાનસભ્યો, સિદ્ધારામ મ્હેત્રે અને ભારત ભાલકે મુખ્ય પ્રધાનનું સ્વાગત કરવા વિમાનમથકે હાજર રહ્યા ત્યારબાદ વિધાનપરિષદ સભ્ય પ્રશાંત પરિચારકના માર્કેટ કમિટિના કાર્યક્રમને હાજર રહીને રાતના ડીનરર/ ભોજન અને પછીથી ફેણાણી જોગળેકરના ગામનો સ્થાનીક આસ્વાદ લીધો. એ કાર્યક્રમને એનસીપીના વિધાનસભ્ય બબનદાદા શિંદેની હાજરી ચોંકાવનારી હતી. આ ઠેકાણે વિજયસિંહ મોહિતે પાટિલ સાથે ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

અગિયારસની પાંડુરંગની મહાપૂજા બાદ કલ્યાણરાવ કાળેને ત્યાં ચહાની ચૂસ્કી લીધી પણ કલ્યાણરાવની લોકોનું 'કલ્યાણ' કરવા માટે કરવામાં આવેલી માગણીઓ મોંઘી પડી હોવાનો મિશ્કીલ ટોણો મુખ્ય પ્રધાને મારીને સમય સૂચક હોવાનો દાખલો ગણાવ્યો. ત્યાં જ માઢાના ભાજપના નવા સાંસદ રણજીતસિંહ નાઇક નિંબાળકરે બારામતી તરફ લઇ જવામાં આવેલું પાણી પાછું ફેરવવાનોવ્નર્ણય જાહેર કર્યો અને હવે એ પાણી દુકાળગ્રસ્ત માઢા, સાગોલા, પંઢરપુરને આપવામાં આવસે એવું સ્પષ્ટ કરીને બારામતી વાળાઓને ટોણો માર્યો.

ત્યારબાદ મુખ્ય પ્રધાને રાધાકૃષ્ણ વિખે પાટિલ દ્વારા ભાજપના સંપર્કમાં હોય એવા વિધાન સભ્યોની મુલાકાત લીધી આ યાદીમાના ભારત ભાલકેના ઘરે કરેલો ફરાળ ચર્ચાનો મુદ્દો બન્યો. સ્થાનિક લોકપ્રતિનિધિ હોવાનું કહીને મુખ્ય પ્રધાને રાજકીય ચર્ચા ફગાવી દીધી રાજકીય ચર્ચા માટે મુંબઇમાં પણ જગ્યા હોવાનું કહ્યું હતું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jNYhSf
via Latest Gujarati News

Post a Comment

0 Comments