
મુંબઈ, તા.13 જુલાઈ 2019, શનિવાર
ચોમાસામાં ધોધ, ડેમ, તળાવ અથવા નદી વિસ્તારમાં પરવા જવાનો અનેક લોકો પ્લાન કરતા હોય છે. વીકેન્ડમાં સહપરિવાર અથવા મિત્રો સાથે ફરવા નીકળી પડતા હોય છે, પરંતુ આ વખતે પાલઘરમાં જવાનો પ્લાન કરતા નહીં. કેમ કે અહીંના ડેમ કે ધોધમાં જવાની બે મહિના સુધી પ્રતિબંધ લાગુ કરાયો ચે. છઠ્ઠી સપ્ટેમ્બર સુધી અહીં કોઈને પણ જવાની મનાઈ કરાઈ છે.
પ્રતિબંધ લાગુ કરાયેલા પાલઘરના સ્થળોઃ
જવ્હારના કાળમાંઢવી ધોધ, હિરપાડા ધોધ, દાભોસા ધોધ, ડોમ વિહીરા ખડખડ ડેમ તથા વિક્રમગઢના પળૂચા ધોધ, પાલઘરનો વાઘોબા ખિંડ ધોધ, બોઈસરનો ઐૈના દાભોળ ધોધ, પડઘાનો બોઈસર ધોધ, પાલઘરનો દેવખોપ ડેમ, સપાળાના તાંદુળવાડી ધોધ, કેળવા કોડનો ઝાંઝરોળી ડેમ, વસઈનો ચિંચોટી અને તુંગારેશ્વર ધોધ, પાલઘરના વાંદ્રી ડેમ અને વાડાના તિળમાળાના ધોધનો સમાવેશ થાય છેે.
ફોજદારી પ્રક્રિયા સંહિતા ૧૯૭૩ની કલમ ૧૪૪ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૩૪(સી) હેઠળના અધિકારનો ઉપયોગ કરીને પાલઘરના ૧૫ ધોધ, તળાવ અને ધરણોથી એક કિ.મી.ના પરિસરમાં દસ જુલાઈથી છઠ્ઠી સપ્ટેમ્બર સુધી મનાઈ આદેશ લાગુ કરાયો છે.
શું નહીં કરવું?
-વરસાદથી ધોધમાર વહેતા પાણીમાં ઊતરીનેે ઊંડા પાણીમાં જવું અને તરવું
-ધોધમાં જઈને પાણીના પ્રવાહ નીચે બેસવું
- જોખમી સ્થળે સેલ્ફિ કાઢવું અથવા ફોટોગ્રાફી કરવી.
-દારૂનુંસેવન અથવા દારૂના નશામાં ધોધ નીચે પ્રવેશ કરવો, દારૂ લઈ જવો, વેચાણ કરવા અને સેવન કરવા
-મહિલાઓની છેડતી કરવી
-આડેધડ વાહનો ચલાવવા તથા ધિંગામસ્તી કરવી,કચરો કરવો મોટા અવાજમાં સંગીત વગાડવું વગેરે પર પ્રતિબંધ છેે.
મનાઈ આદેશનો ભંગ કરવામાં આવશે તો સંબંધીત સામે કાયદેસર કાર્યવાહી કરાશે. આ સ્થળે વ્યક્તિ, સંસ્થા તરફથી ફોટોગ્રાફી, સામાજિક ઉપક્રમ કાર્યક્રમ વગેરે માટે સંબંધીત વિભાગ પાસેથી લેવાયેલી પૂર્વ પરવાનગી પ્રાપ્ત કાર્યક્રમોને લાગુ પડશે નહીં, એમ જિલ્લામેજિસ્ટ્રેટ ડો. પ્રશાંત નારનવરેએ પ્રસિદ્ધ કરેલી યાદીમાં જણાવાયું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XHQ7hk
via Latest Gujarati News
0 Comments