મુંબઈમાં સતત ઝરમર અને ઝાપટાં : અનેક વૃક્ષો તૂટી પડયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.13 જુલાઈ 2019, શનિવાર

મુંબઈમાં આજે છૂટાછવાયા ભારે વરસાદ ઝાપટા પડયા હતા. પરંતુ વૃક્ષ પડવાના તથા દિવાલ તથા શોર્ટ સર્કીટના બનાવનો સિલસિલો કાયમ રહ્યો હતો. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ સારો વરસાદ વરસદા નવા પાણીની આવક થઈ હતી.

આ સિવાય મહારાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે વરસાદ હળવો થયો છે. આગામી પાંચ દિવસમાં મરાઠાવાડા વિદર્ભ તથા ખાનદેસ વિસ્તારમાં વરસાદ ખાસ જોર નહીં રહે. એટલે ઉઘાડ રહે એવી આગાહી વેધશાળાએ કરી છે. જ્યારે આગામી ૨૪ કલાક મુંબઈમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડશે એવી આગાહી વેધશાળાએ કરી હતી.

આજે સવારે ૮ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝ ૭.૪ મિ.મિ. અને કોલાબામાં ૧૫.૪ મિ.મિ. વરસાદ વરસ્યો હતો.

શહેરમાં ૮ ઠેકાણે વૃક્ષ તૂટી પડયા હતા. એમાં પશ્ચિમ વિસ્તારમાં ચાર, પૂર્વ ઉપનગરમાં ૩ અને તળમુંબઈમાં એક વૃક્ષનો સમાવેશ થાય છે.

શોર્ટ સર્કીટના ૧૪ કિસ્સા બન્યા હતા. એમાં તળમુંબઈમાં ૭, પશ્ચિમ ઉપનગરમાં ૫ અને  પૂર્વ ઉપનગરમાં બે ઠેકાણેનો સમાવેશ થાય છે. શહેરમાં નવ ઠેકાણે દિવાલ કે ઘર પડવાની ઘટના બની હતી, એમ પાલિકાના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.

રાજ્યના મરાઠાવાડા, વિદર્ભ, ખાનદેશ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વરસાદનો અભાવને લીધે ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આગામી પાંચ દિવસ એટલે કે ૧૭ જુલાઈ સુધી વરસાદના ઝાપટાઓ પડશે. એટલે કે વરસાદ ઉઘાડ કાઢશે એની આગાહી વેધશાળાએ કરી છે. આ કારણસર વિદર્ભ અને મરાઠવાડામાં ચિંતા વધી ગઈ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lg6C1v
via Latest Gujarati News

Post a Comment

0 Comments