
મુંબઇ,તા. 13 જુલાઇ 2019, શનિવાર
સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન જેવી બોલવૂડની ખાન ત્રિપુટીઓ લાંબા સમયથી દર્શકોના દિલમાં રાજ કરી રહી છે. તેમણે અગણિત સફળ ફિલ્મો આપી છે. પરંતુ થોડા સમયથી બોક્સ ઓફિસ પરથી ખાન ત્રિપુટીનો જાદુઓસરી રહ્યો છે. તેથી દરેકને એક જ પ્રશ્રાર્થ છે કે, શું તેમનું સ્ટારડમ ખતરામાં છે ?
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સલમાને આ મુદ્દે મોકળા મને વાત કરી હતી. તેણે કહ્યુ ંહતું કે,'' એક દિવસ તો સ્ટારડમની ચમક ફીકી પડી જતી હોય છે. લાંબા સમય સુધી તેને કાયમ રાખવી એ એક પડકાર સમાન છે. મારું માનવું છે કે શાહરૂખ, અક્ષય, આમિર અને અજય જ એવાએકટર્સ છે, જે સ્ટારડમને લાંબા સમય સુધી કાયમ રાખી શક્યા છે. બોલીવૂડના આ ત્રણેય ખાન આવનારા સમયમાં પોતાના સ્ટારડમને બકરાર રાખવાના પૂરા પ્રયાસ કરશે.''
શાહરૂખ ફિલ્મ 'ઝીરોની નિષ્ફળતાથી આત્મવિશ્વાસ ગુમાવી બેઠો છે. તે આગામી ફિલ્મ સાઇન કરવા માટે હવે નિર્ણય નથી લઇ શકતો. આમિરની પણ 'ઠગ ઓફ હિંદુસ્તાન' બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. સલમાનની પકડ પણ રૂપેરી પડદેથી થોડી ઢીલી થઈ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jNr4q2
via Latest Gujarati News
0 Comments