સારા વરસાદને લીધે તુલસી જળાશય છલકાયું : છતાં પાણીકાપ યથાવત્


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 જુલાઈ 2019, શનિવાર

મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો પૈકી તુલસી જળાશય છલકાવવા લાગ્યું છે. આમ જળાશય છલકાવવા લાગ્યું છે. આમ જળાશય છલકાવવાના શ્રીગણેશ થયા છે, પરંતુ વર્તમાન ૧૦ ટકા પાણી કાપ યથાવત્ છે. ૩૧ જુલાઈ  બાદ પાણીકાપ પાછો ખેંચવો કે નહીં તેનો નિર્ણય થશે.

અત્યારે તાનસા જળાશય છલકાવવાની સપાટીથી બે મીટર અને વિહાર જળાશય છલકાવવાની સપાટીથી આશરે ૨.૫૦ મીટર છેટું છે.

શહેરને પાણી પુરવઠો પૂરો પાડતા જળાશયો પર અને આજુબાજુના ક્ષેત્ર પર મેઘરાજા મનમૂકને વરસી રહ્યા હોવાથી આજે સવારે છ વાગ્યા સુધી જળાશયોમાં કુલ મળીને ૬,૫૨,૭૨૮ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા થયો છે. જે ૩૦ સપ્ટેમ્બર સુધી જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર પાણી ભરવાની ક્ષમતાની (ટાર્ગેટ) સામે ૪૫.૧૦ ટકા પાણીનો જથ્થો જમા થયો છે.

મોડકસાગર, તાનસા, વિહાર,અપર વૈતરણા, ભાતસા, મડલ વૈતરણા અન ેતુલસી જળાશય છે. આમાંથી તુલસી જળાશય શુક્રવાર સાંજે ૭ વાગ્યાથી છલકાવવા લાગ્યું થછે. જોકે આ જળાશયા ગયા વર્ષે ૯ જુલાઈ ૨૦૧૮માં છલકાયું હતું. આ જળાશયામાંથી પાણી વિતરણનો એક ટકા પાણી લેવાય છે.

આ જળાશય સૌથી નાનું છે અને બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલું છે. વિહાર જળાશય પણ નેશનલ પાર્કના જંગલમાં આવેલું છે. તે છલકાવવાની સપાટીથી ૨.૫ મીટર છેટું છે.

જ્યારે તાનસા જળાશય છલકાવવાની સપાટીથી બે મીટર છેટું છે. જળાશયોમાં ૪૫.૧૦ ટકા પાણીનો જથ્થો જમા થયો છે. પણ પાલિકાના પાણી પુરવઠા વિભાગ પાણીકાપ પાછો ખેંચવામાં તૈયાર નથી. અત્યારે ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી વર્તમાન ૧૦ ટકા પાણી કાપ યથાવત્ રાખશે. ત્યાર બાદ પાણીકાપ પાછો ખેંચવાનો નિર્ણય લેવાશે. એમ પાણી પુરવઠા વિભાગ પાણીકાપ પાછો ખેંચવામાં તૈયારી નથી.

અત્યારે ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી વર્તમાન ૧૦ ટકા પાણી કાપ યથાવત્ રાખશે. ત્યારબાદ પાણીકાપ પાછો ખેંચવાનો નિર્ણય લેવાશે. એમ પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ljWftP
via Latest Gujarati News

Post a Comment

0 Comments