
મુંબઇ,તા. 13 જુલાઇ 2019, શનિવાર
યશરાજ ફિલ્મસનો મુખ્ય કર્તાધર્તા આદિત્યચોપરા શક્ય હોય તેટલો મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેની પત્ની રાની મુખર્જી પણ જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આ વખતે આ યુગલ પોતાના નવા પોતાના નવા ઘરને લઇને ચર્ચામાં છે. હાલમાં જ આદિત્ય અન ેરાણીએ પૈતૃક બંગલો છોડી પાડોશમાં જ બીજું નવું આલીશાન ઘર ખરીદ્યું છે.
વાસ્તવમાં આદિત્ય અને રાણી જુહુના જે બંગલામાં રહેતા હતા તે યશ ચોપરાનો બંગલો હતો. આદિત્ય અને રાણીને પોતાના ઘરમાં રહેવાની ઇચ્છા હતી. તેથી પિતાના બંગલાની બાજુમાં જ તેમણે પોતાનો આલિશાન બંગલો લીધો છે. જુના બંગલાથી ફક્ત બે જ મિનીટના અંતરે આ નવો બંગલો આવેલો છે. યુગલે નવા ઘરમાં ગૃહ પ્રવેશ પણ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, આદિત્ય અને તેના નાના ભાઇ ઉદયનંહ બાળપણ આ જ બંગલામાં વિતાવ્યું છે.
આદિત્યને પોતીકા અને પોતાની રીતે સજાવેલા ઘરમાં રહેવાની ઇચ્છા હતી. તેથી તેણે આ ઘર બનાવ્યુ ં છે. આદિત્ય અન ેરાણીએ ૨૦૧૪માં ઇટલીમાં લગ્ન કર્યા હતા.તેમના આ લગ્ન એકદમ અંગત હોવાને કારણે ફક્ત તેમનો પરિવાર અને નજીકના મિત્રો જ હાજર હતા. રાણીએ ૨૦૧૫માં પુત્રીઆદિરાને જન્મ આપ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ljVf93
via Latest Gujarati News
0 Comments