
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.20 જુલાઈ 2019, શનિવાર
લોકસભાની ચૂંટણીના પરિણામબાદ દેશ અને રાજ્યમાં વિપક્ષોએ 'ઇ.વી.એમ.' મશીનના વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. હવે આ નારાજગીને આગામી ક્રાંતિદિન એટલેકે ૯ ઓગસ્ટે મોરચા કાઢીને વ્યક્ત કરવા તમામ વિપક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આથી ઇ.વી.એમ.નો સૌથી વધુ વિરોધ કરનારા મનસેના રાજ ઠાકરે, વંચિત આઘાડીના પ્રકાશ આંબેડકર પણ વિપક્ષો સાથે એકત્રિત થઇને એક જ મંચ પર જોવા મળશે.
લોકસભાની ચૂંટણીના પહેલાથી દેશ અને રાજ્યસ્તરે વિપક્ષોએ 'ઇ.વી.એમ.'ના વિરોધમાં જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેને મોરચાનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ અને એન.સી.પી.એ 'ઇ.વી.એમ.' મશીનનો વિરોધ કરી રહ્યા છે. તેઓ પોતાની ભૂમિકા સુદ્ધા જાહેર કરી છે.
તાજેતરમાં દિલ્હીમાં જઇને રાજઠાકરે દેશના કેન્દ્રીય ચૂંટણી કમિશનરની મુલાકાત લીધી હતી. ઇ.વી.એમ. મશીનના બદલે મતપત્રિકા દ્વારા મતદાન કરવાની માગણી કરી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી મતપત્રિકા આધારે થવી જોઇએ આ માટે તમામ વિવિધ રાજકીય પક્ષ તેમજ સંગઠનનો ૯ ઓગસ્ટના રોજ મોરચો કાઢવાના આયોજનની તૈયારી કરી રહ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ss5mVt
via Latest Gujarati News
0 Comments