પાલઘર વિસ્તારમાં ફરી ભૂકંપ : લોકો ઘરની બહાર દોડી ગયા


(પી.ટી.આઇ.) મુંબઇ, તા.20 જુલાઈ 2019, શનિવાર

પાલઘર જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ગામલોકો ગભરાઇને ઘરની બહાર દોડી ગયા હતા. સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ નથી.

ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૫ નોંધાઇ હતી. સવારે ૯.૧૭ વાગ્યે ધરતીકંપ થયો હતો.

પાલઘર જિલ્લામાં ધરતીકંપનો સિલસિલો વણથંભ્યો ચાલુ જ રહ્યો છે. છેલ્લે ગઇ ૧૦મી જુલાઇએ ભૂકંપ થયો હતો ત્યારે તેની તીવ્રતા ૨.૬ માપવામાં આવી હતી.

પાલઘર જિલ્લાના ખાસ કરીને તલાસરી અને દહાણુ વિસ્તારમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાથી ભૂકંપના આંચકા સતત અનુભવાઇ રહ્યાં છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LwM9Bz
via Latest Gujarati News

Post a Comment

0 Comments