
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.20 જુલાઈ 2019, શનિવાર
૧૮ ફેબુ્રઆરી ૨૦૧૯ના દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે તમામ વાતોના સંદર્ભે નિશ્ચિત નિર્ણય લેવાયો અને તેની વારંવાર ખાતરી આપવામાં આવી હોવા છતાં છેલ્લાં ૪ મહિનાથી મોઢામાં મગ ચોટીને બેઠેલા સામાનાના કાર્યકારી તંત્રી સંજય રાઉતએ શિવસેના તેના તરીકે યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રના ભાવિ મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાનું તેમજ કેન્દ્રમાં તમેં અને રાજ્યમાં અમેં એવો રાગ આલાવવાનું ફરીથી શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે.
જળગાંવથી આદિત્ય ઠાકરેની જનઆશીર્વાદ યાત્રા મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ફરીને અને જે લોકોએ મત આપ્યા એમના આશીર્વાદ લેવા અને જે લોકોએ મત નથી આપ્યા એમના મન જીતવા નિકળ્યા છે. ઉત્તર મહારાષ્ટ્રના સંપર્ક નેતા તરીકે ઉધ્ધવ ઠાકરેએ નિયુક્ત કરેલા સંજય રાઉત જળગાંવથી આદિત્ય ઠાકરેના જોડેને જોડે જ છે અને તેઓએ આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાનું પગલુ આગળ વધાવ્યું હોવાનું જાણવા મળે છે.
ધુળેમાં શિવસેના તરફથી આદિત્ય ઠાકરેની જન આશીર્વાદ યાત્રાના નિમિત્તે આવેલી રેલીનું પરિવર્તન વિજય સંકલ્પ મેળાવડામાં થયું ત્યારે સંજય રાઉતએ કેન્દ્રમાં ભાજપ અને રાજ્યમાં શિવસેના એટલે કેન્દ્રમાં તમે અને રાજ્યમે અમે એવું જ નિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું આ મેળાવડામાં કહ્યું. ખેડૂતો પ્રત્યેની વાતો કરતા સંજય રાઉતએ કહ્યું કે, ખેડૂતો ગુનેગાર નથી તેમને દેવા માફી નહીં દેવામુક્તિ આપવામાં આવવી જોઈએ.
આદિત્ય ઠાકરેએ અન્યાયના વિરોધમાં રસ્તા ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે. શિવસેનાને લોકસભા ચૂંટણીમાં મતદાતાઓએ જે મતદાન આપ્યું તેમનો આભાર માનવા આદિત્ય આવ્યા છે. આ યાત્રા એ તીર્થયાત્રા છે એવું પણ સંજય રાઉતએ ઉમેર્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2StLq4F
via Latest Gujarati News
0 Comments