બેંગ્લુરુ, તા. 22 જુલાઈ 2019 સોમવાર
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ એકવાર ફરી EVM વિશે નિવેદન આપ્યુ છે. તેમણે ચૂંટણી પંચને પંચાયત અને નગર નિગમની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવાની માગ કરી છે.
શહીદ દિવસ નિમિત્તે મમતા બેનર્જી આજે કલકત્તામાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. મમતાએ કહ્યુ, લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે EVM, CRPF અને ચૂંટણી પંચ દ્વારા છેતરપિંડી કરીને ચૂંટણી જીતી છે. તેમણે માત્ર 18 બેઠકો મેળવી, કેટલીક વધુ બેઠકો મેળવવા માટે તેઓ ઓફિસ અને પાર્ટી કાર્યકર્તાઓને માર મારીને પાર્ટી પર કબ્જો મેળવવા માગે છે.
તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ EVMની જગ્યાએ બેલેટ પેપર પાછુ લાવવાની માગ કરતા કહ્યુ કે લોકતંત્રને બચાવવા અને ચૂંટણી દરમિયાન કાળાધનના ઉપયોગ અટકાવવા માટે દેશમાં ચૂંટણી સુધારો જરૂરી છે. એ ભૂલો નહીં કે પહેલા ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં પણ EVMનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ હવે તેમણે આનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે તો એવામાં આપણે કેમ બેલેટ પત્ર પાછુ લાવી શકીએ નહીં?
TMCની વિશાળ રેલી
ટીએમસીની કલકત્તામાં આજે સૌથી મોટી રેલી આયોજિત છે. આ રેલીમાં 3 લાખથી વધારે લોકો ભાગ લેવાના છે. 1993માં વામ શાસન દરમિયાન કલકત્તાના મેયોરોડમાં પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો જેમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રેલી કરવામાં આવી રહી છે. મમતાએ આ રેલી દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ભાજપે લોકસભા ચૂંટણી છેતરપિંડી કરીને જીતી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z43cOD
via Latest Gujarati News
0 Comments