કર્ણાટક મુદ્દે શિવસેના કેન્દ્ર સરકાર પર ત્રાટકી : સામનાના તંત્રીલેખમાં કાઢી ઝાટકણી

 મુંબઇ, તા. 22 જુલાઇ 2019, સોમવાર

કર્ણાટકમાં હાલ ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતાના મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

છેલ્લાં બે સપ્તાહથી કર્ણાટકમાં કુમારસ્વામી સરકારનું ભાવિ ડામાડોળ થઇ ગયું હતું. આ મુદ્દે કેન્દ્ર સરકાર કેમ મૂગી થઇને તમાશો જોયા કરે છે? એવું શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં પૂછવામાં આવ્યું હતું.

ચૂંટણીમાં ભાજપની સાથે રહેનારી શિવસેના સદાય કેન્દ્રની ટીકા કરતી રહી છે. નરેન્દ્ર મોદી સરકારની પહેલી મુદત વખતે પણ શિવસેના સતત ભાજપ અને કેન્દ્ર સરકારની ટીકા કરતી રહી હતી.

સામનાના તંત્રીલેખમાં સ્પષ્ટ શબ્દોમાં પ્રગટ કરાયું હતું કે, કર્ણાટકમાં લોકશાહી તમાશારૂપ બની રહી છે અને લોકશાહીનાં ચીંથરાં ઊડી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર મૂગી-મૂગી તમાશો કેમ જોઇ રહી છે. સચોટ પગલાં કેમ લેવાઇ રહ્યાં નથી એવો સવાલ તંત્રીલેખમાં પૂછવામાં આવ્યો હતો.

 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32JmgUz
via Latest Gujarati News

Post a Comment

0 Comments