નવી દિલ્હી, તા. 22 જુલાઇ 2019, સોમવાર
પાટનગર નવી દિલ્હીના મુખ્ય પ્રધાનપદે પંદર વર્ષથી વધુ સમય રહેલાં શીલા દીક્ષિત પોતાના વારસદારો માટે કેટલી સંપત્તિ મૂકી ગયાં હશે એની ચર્ચા કોંગ્રેસી વર્તુળોમાં થઇ રહી હતી. 81 વર્ષના શીલાનું શનિવારે 20મી જુલાઇએ નવી દિલ્હીની એસ્કોર્ટ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં શીલાએ પણ ઉમેદવારી કરી હતી. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા પોતાના ઉમેદવારી પત્રકમાં તેમણે પોતાની કુલ સંપત્તિ ચાર કરોડ, 92 લાખ 85 હજારની જણાવી હતી. એમાં 2,28, 36,000ના બોન્ડ હતા અને પાટનગર નવી દિલ્હીના પોશ એરિયામાં આશરે બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતો બંગલો હતો.
આ તો એમણે પોતે ઉમેદવારી પત્રકમાં જણાવેલી મિલકતની વાત છે. એમની સંપત્તિ વધુ હોઇ શકે છે એવું એમની લાંબા સમયની પોલિટિકલ કારકિર્દી જોતાં મનાય છે. એમના સસરા ઉમાશંકર દીક્ષિત પણ દાયકાઓ સુધી કોંગ્રેસમાં એક યા બીજું સ્થાન ભોગવતા રહ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30LJGGW
via Latest Gujarati News
0 Comments