જેકવેલિન ફર્નાન્ડિઝ આયુષ શર્મા સાથે રૂપેરી પડદે જોવા મળશે ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 જુલાઈ 2019, સોમવાર

જેકવેલનિ ફર્નાન્ડિઝ નવોદિત અભિનેતા આયુષ શર્મા સાથે રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મ મેકર્સે આ ફિલ્મ માટે જેકવેલિનનો સંપર્ક કર્યો હતો. જો બધુ સમુસૂથરુ ંપાર પડશે તો આ જોડી ફિલ્મ 'ક્વાથા'માં જોવા મળશે.

નિર્માતાઓએ જેકવેલિનને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી.જે અભિનેત્રીને પસંદ પડી છે. પરંતુ તેણે હજી સુધી ફિલ્મ સાઇન કરી કે નહીં તે જાણવા મળ્યું નથી. ફિલ્મ નિર્માતા આ ફિલ્મમાં આયુષ શર્મા સાથે કોઇ મોટા ચહેરાને લેવા માંગે છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, આ ફિલ્મ ગેંગસ્ટર યુગની આસપાસની હશે. અંધારી આલમની દુનિયાની શરૂઆત અને તેના અંતને આ ફિલ્મમાં વણવામાં આવશે. ફિલ્મ નિર્માતા આ ફિલ્મમાં સંજય દત્તને પણ લેવાનો વિચાર કરી રહ્યો છે. જોકે સંજય દત્તના પાત્ર વિશે હજી કોઇ નિર્ણય લેવાયો નથી. 

આ ફિલ્મનું દિગ્દર્શન બોબી ખાન કરે તેવી શક્યતા છે. આયુષ શર્માએ સલમાન ખાનની 'લવયાત્રિ'થી ફિલ્મની કારકિર્દી શરૂ કરી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y6mCRD
via Latest Gujarati News

Post a Comment

0 Comments