મુંબઈ, તા. 25 જુલાઈ 2019 ગુરુવાર
ભીમા કોરેગાંવ હિંસાને લઈને મોટો ખુલાસો થયો છે. ભીમા કોરેગાંવ હિંસામાં સામેલ ગૌતમ નવલખાનો ના માત્ર કાશ્મીરી સેપરેટિસ્ટ પરંતુ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનથી પણ સંબંધ હતો.
પૂણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસામાં પોતાની જે રિપોર્ટ બૉમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી છે જેમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના પણ સંપર્ક હતો.
પોલીસે હાઈકોર્ટને અપીલ કરી છે કે ગૌતમ નવલખાની ધરપકડ પર લાગેલી રોકને હટાવવામાં આવે કેમ કે આ મામલાની તપાસમાં આ મોટુ તથ્ય સામે આવ્યુ છે.
જોકે કોર્ટે ગૌતમ નવલખાની ધરપકડ પર આગોતરા જામીનના આદેશ પર રોક લગાવી દીધી છે. પૂણે પોલીસના હાઈકોર્ટમાં વકીલ અરૂણા પઈ લોબિંગ કરી રહી છે જ્યારે ગૌતમ નવલખાના વકીલ યુગ ચૌધરી છે. ડિવિઝન બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે, જેમાં જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરે સામેલ છે. ગૌતમ નવલખા તરફથી તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIRને રદ કરવાની અરજી પર આ બેન્ચ સુનાવણી કરી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LGEZdU
via Latest Gujarati News
0 Comments