મુસ્લિમ કારીગરોની કાવડ નહીં ખરીદતા : સાધ્વી પ્રાચીએ વિવાદિત વિધાન

નવી દિલ્હી, તા.25 જુલાઇ 2019, ગુરૂવાર 

મુસ્લિમ કારીગરોએ બનાવેલી કાવડ કે રાખડી કોઇ શિવભક્ત હિન્દુએ ખરીદવી નહીં એવા સાધ્વી પ્રાચીના વિધાને સમગ્ર ઉત્તર ભારતમાં ખળભળાટ મચાવ્યો હતો. હજુ બે દિવસ પહેલાં સપાના કૈરાનાના ધારાસભ્ય નાહિદ હસને એવી હાકલ કરી હતી કે મુસ્લિમોએ હિન્દુ દુકાનદારોનો બહિષ્કાર કરવો. પંદર દિવસમાં એ લોકોની સાન ઠેકાણે આવી જશે. 

આ સમાચાર હજુ તાજા છે ત્યાં બુધવારે સાધ્વી પ્રાચીએ મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાયેલી રાખડી કે કાવડ નહીં ખરીદવાની હાકલ કરી હતી. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનામાં હજ્જારો શિવભક્તો કાવ઼ડ યાત્રા યોજે છે અને કાવ઼ડમાં ગંગા યમુના જેવી પવિત્ર ગણાતી નદીઓનાં નીર લઇ જઇને ભગવાન શંકરને ચડાવે છે.

સાધ્વી પ્રાચીએ કહ્યું કે હરિદ્વારમાં 99 ટકા મુસ્લિમ કારીગરો કાવડ બનાવે છે. તેમની આજીવિકા હિન્દુ ભક્તો પર આધાર રાખે છે. હિન્દુ શિવભક્તોએ મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાયેલી કાવડ઼ તથા રાખડી ખરીદવી નહીં. હિન્દુ કારીગરો કાવડ બનાવતા થાય તો તેમને રોજીરોટી મળશે. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZcS3Lo
via Latest Gujarati News

Post a Comment

0 Comments