દિવસ-રાત ફરજ બજાવતા પોલીસના ખભે એલઇડી લાઇટ ચમકશે


મુંબઇ, તા.20 જુલાઈ 2019, શનિવાર

પોલીસે દિવસ-રાત ફરજ બજાવવી પડે છે. એટલે રાતના સમયે પેટ્રોલિંગમાં નીકળતા પોલીસને દૂરથી જ ઓળખી શકાય એ માટે લોનાવલા પોલીસના યુનિફોર્મમાં બંને ખભા પર ટચુકડી એલઇડી લાઇટ મૂકવામાં આવશે. લોનાવલા અને ખંડાલામાં અવારનવાર ભઆરે ધુમ્મસ છવાઇ જાય છે. આ ધુમ્મસીયા વાતાવરણમાં ખભે લાઇટવાળા પોલીસને દૂરથી ઓળખી શકાશે.

મુંબઇ- પુણે રૂટ પર લોનાવલા અને ખંડાલાના ઘાટ વિસ્તારમાં રાતના અંધારાને કારણે અને ગાઢા ધુમ્મસને લીધે ફરજ પરના પોલીસોને મોટરીસ્ટો અને વાહનચાલકો જોઇ નથી શકતા. આમા અકસ્માત થવાનો પણ સંભવ રહે છે. પણ હવે ખભા પર એલઇડી ઇન્ડિકેટર લાઇટને લીધે દૂરથી જોઇ શકાશે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LuGsUA
via Latest Gujarati News

Post a Comment

0 Comments