દીપિકા પદુકોણ અને રણબીર કપૂર દિગ્દર્શકના ઘરની બહાર સાથે જોવા મળ્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 જુલાઈ 2019, શનિવાર

દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની જોડી વાસ્તવિક જીવનમાં તો  એક ન થઈ શકી, પરંતુ રૂપેરી પડદે ફરી સાથે દેખાવાની અટકળ છે. સહુ જાણે છે કે દીપિકા અને રણબીર એક સમયે પ્રેમમાં હતા જોકે બન્નેનો સંબંધ ટૂંકો રહ્યો હતો અને જલદી છુટા પડી ગયા હતા. આ બાદ દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા અને રણબીર કેટરિના બાદ હવે આલિયા સાથે ડેટ કરી રહ્યો છે.

તાજેતરમાં દીપિકા અન ેરણબીરને દિગ્દર્શક લવ રંજનની ઓફિસ પાસે પર પહોંચ્યા  હતા. બન્નેને સાથે જોતા ફરી તેઓ સાથે નવા પ્રોજેક્ટમાં કામ કરવાના છે તેવી અટકળો વહેતી થઇ છે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ હોય તેવી શક્યતા છે. મળેલી જાણકારી મુજબ આ ફિલ્મ આ વરસના અંતમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. 

ભૂતકાલમાં દીપિકા અન ેરણવીરે 'બચના ઓ હસીના', ' યે જવાની હૈ દીવાની અને 'તમાશા'માં સાથે કામકર્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z3CHsu
via Latest Gujarati News

Post a Comment

0 Comments