કૃતિ સેનોન અને કાર્તિક આર્યન વચ્ચે છૂપો ટકરાવ હોવાની વાતને અભિનેત્રીનો રદિયો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 20 જુલાઈ 2019, શનિવાર

ફિલ્મ 'લુકા છિપ્પી'ની સફળતા સાથે જ બોલીવૂડમા ંચર્ચા થતી હતી કે કૃતિ સેનોન અને કાર્તિક આર્યન વચ્ચે માનસિક તાણ પ્રવર્તી રહી છે.આ ફિલ્મની સફળતાનો શ્રેય ફક્ત કાર્તિકને જવાથી કૃતિ  નારાજ થઇ હોવાની ચર્ચા હતી. જોકે કૃતિએ તાજેતરમા ંઆ વાતને રદિયો આપીને માત્ર અફવા ગણાવી હતી. 

'' અમારી વચ્ચે કોઇ ટેન્શન નથી. અમારા સંબંધો આજે પણ પહેલા હતા એવા જ છે. અણે જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે પહેલાની જેમ જ વાતો કરીએ છીએ. પરંતુ  હવે અમે પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છીએ. તેથી પહેલા જેવો સમય મળતો નથી. જોકે કોઇકોઇ વખત અમે સોશિયલ મીડિયા પરઈન્સ્ટા  સ્ટોરી પર કમેન્ટ કરતા હોય છે.

કૃતિ અને કાર્તિક પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે. કૃતિ પણ બેક ટુ બેક ફિલ્મો કરી રહી છે. જ્યારે કાર્તિક પણ ફિલ્મોમાં સાઇન કરવામાં વ્યસ્ત છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30KrnBQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments