
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 જુલાઈ 2019, શનિવાર
દિગ્દર્શક ડેવિડ ધવન પોતાની મશહૂર કોમેડી ફિલ્મ ' કુલી નંબર વન'ની રીમેક બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે. જ્યારે મૂળ ફિલ્મમાં કાદરખાને ભજવેલા પાત્ર માટે પરેશ રાવળને લેવામાં આવ્યો હોવાની વાત હતી. હવે આ ફિલ્મ સાથે જોની લીવરનું નામ પણ જોડાયું છે.
''કુલી નંબર વન'ની રીમેકમાં જોની લીવરને કાસ્ટ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ ફિલ્મમાં જોની ઇન્સપેકટરની ભૂમિકા ભજવશે. મૂળ ફિલ્મમાં ટીકૂ તલસાનિયાએ આ પાત્ર ભજવ્યુ ંહતું. જોનીએ આ બાબતે કહ્યુ ંહતુ ંકે, '' મેં અને ડેવિડે ભૂતકાળમાં 'દીવાના-મસ્તાના, દુલ્હન હમ લે જાયેંગી, જુડવા ટુ ઉપરાંત અન્ય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફરી તેની સાથે કામ કરવાની તક મળવાથી મને બહુ સારુલાગી રહ્યું છે. તેને કોમેડીની બહુ સારી સમજ છે. ''
ડેવિડ ધવનની આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xXXcLd
via Latest Gujarati News
0 Comments