જેકવેલિન ફર્નાન્ડિસ એકશન સીરીઝમાં કામ કરે તેવી વકી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 જુલાઈ 2019, શનિવાર

જેકવેલિન ફર્નાન્ડિસ  એક સીરીઝમાં  એકશન હીરોઇન તરીકે જોવા મળે તેવી શક્યતા છે. જેકલિને પોતાનું એક પ્રોડકશન હાઉસ પણ ખોલ્યું છે જેમાં તેનો સાથ મધુ મન્ટેના આપવાનો છે. 

જેકવેલિન એક એકશન ફ્રેન્ચાઇઝી પર વિચાર કરી રહી છે. તે એક એકશન સીરીજ બનાવાની યોજના છે. સૂત્રોની  માનીએ તો, હાલ આ એકશન સીરીઝની પ્રથમ ફિલ્મની વાર્તા  લખાઇ રહી છે, જે પૂરી થતાં જ આ વરસના અંત સુધીમાં શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે. જેકવેલિન આ સીરીઝમાં પાત્ર ભજવવા તૈયાર છે. અભિનેત્રીએ લોસએન્જલસમાંથી હથિયારો ચલાવાની વિશેષ તાલીમ લીધી છે. તેણે બંદૂક અન ેચાકુ ચલાવતા પણ શીખી લીધું છે. હવે તે આનો પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે. 

આ ઉપરાંત અભિનેત્રી ઓટીપી પ્લેટફોર્મ પર  એક થ્રિલર ફિલ્મમાં પણ કામ કરવાની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SsljuW
via Latest Gujarati News

Post a Comment

0 Comments