ટચૂકડા પડદાના અમિતાભ બચ્ચનના શોના પ્રોમોના શૂટિંગ માટે ટીમ લખનૌ જશે


મુંબઇ,તા. 30 જૂન 2019, રવિવાર

'' હમ જહાં ખડે હો જાતે હૈ લાઇન વહાંસે શુરૂ હો જાતી હૈ''.અમિતાભ બચ્ચનની ૧૯૮૧માં રીલિઝ થયેલી ફિલ્મ 'કાલિયા'નો તેમનો  આ ડાયલોગ બહુ લોકપ્રિય થયો હતો. આજે પણ બોલીવૂડમાં તેમનો   એટલે જ દબદબો છે. 

વાત એમ બની છે કે,અમિતાભ બચ્ચન ટચૂકડા પડદાના જાણીતા શોના હોસ્ટ છે. આ શોના પ્રોમો માટે તેમણે શૂટિંગ કરવાનું છે. પરંતુ હાલ અભિનેતા લખનૌમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરીરહ્યા છે. ચોક્કસ કારણોસર આ ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ થયું છે. જેથી અમિતાભ ટચૂકડા પડદાના શોના પ્રોમોના શૂટિંગ માટે મુંબઇ આવી શકે એમ નથી. તેથી આ શોનીટીમ છેક લખનૌ જઇને અમિતાભ સાથે શૂટિંગ કરશે. 

અમિતાભને ફિલ્મના પાત્રના લુક પાછળ જ ઓછામાં ઓછા બે કલાક મેકઅપ પાછળ જાય છે. તેથી તે મુંબઇથી લખનૌ શૂટિંગ માટે અવરજવર કરી શકે એમ નથી. તેથી ચેનલના માંધાતાઓએ આ વચલો રસ્તો કાઢ્યો છે, તેમ ટ્રેડ સોર્સ તરફથી જાણવા મળ્યુ ંહતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Lyy6L7
via Latest Gujarati News

Post a Comment

0 Comments