કોલકાતામાં ભાજપ વિરોધી વાતાવરણ, ભાજપના સાંસદના ઘર પર ફેંકાયા બોંબ

કોલકાતા, તા.25 જુલાઇ 2019, ગુરૂવાર 

ભાજપના સંસદ સભ્ય અર્જુન સિંઘના ઘરે બુધવારે રાત્રે એક કરતાં વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અર્જુન સિંઘના ભત્રીજાએ કરેલા આક્ષેપ મુજબ સાત ગોળીબાર પણ થયા હતા.

ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર આ હુમલાની જવાબદારી ઢોળી હતી. છેલ્લા થોડા સમયથી પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સતત અથડામણ થઇ રહી છે.

નોર્થ 24 પરગણા વિસ્તારમાં બનેલી  આ ઘટનાની નોંધ પોલીસે તરત લીધી હતી અને હુમલા પછી તરત સાંસદના ઘર પાસે પોલીસ કમિશનર મનેાજ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક પોલીસ પ્રવક્તાએ કહ્યું કે હુમલાખોરો જે વાહનમાં આવ્યા હતા એ વાહનની તલાશી જારી છે. અમે હુમલાખોરેાને ઝડપી લેવા પ્રયત્નશીલ છીએ.

અર્જુન સિંઘના ભત્રીજા સૌરભ સિંઘે એવો દાવો કર્યો હતો કે ઘર પર બોમ્બ ફેંકાયા અને અમે તરત દોડીને બહાર આવ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પ્રમોદ સિંઘ, સંજય સિંઘ. નવનીત સિંઘ તથા રંજિત સિંઘને નજરોનજર જોયા હતા. આ નેતાઓ પાસે રાયફલ પણ હતી.

આ અંગે પોલીસ હાલ કંઇ કહેવા તૈયાર નહોતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Grd65y
via Latest Gujarati News

Post a Comment

0 Comments