નવી દિલ્હી, તા.25 જુલાઇ 2019, ગુરૂવાર
કાયમ વિવાદાસ્પદ વિધાનો કરીને મિડિયાના કેન્દ્રમાં રહેતા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મસ્લિમીનના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ ફરી વિવાદ સર્જે એવું વિધાન કર્યું હતું.
લાંબા સમયની માંદગી બાદ હૈદરાબાદના કરીમનગરમાં એક જાહેર સભાને સંબોધતાં એણે કહ્યું, મુસ્લિમો સંગઠિત થાય અને સિંહની જેમ ત્રાડ પાડે તો ચાવાલાની તાકાત નથી કે મુસ્લિમોની સામે ઊભો પણ રહી શકે. મોબ લિંચિંગનો ભોગ માત્ર મુસલમાનો બને છે કારણ કે મુસ્લિમો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગ દળ જેવી ટોળીઓથી ડરે છે. તમે સંગઠિત થાઓ. સિંહની જેમ હુમલાખોરોને પડકારો. પછી જુઓ. દૂમ દબાવીને નાસી જતાં કૂતરાની જેમ ભાગી છૂટશે.
વારંવાર ચાવાળાનો ઉલ્લેખ કરીને ઓવૈસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી રહ્યા હતા. લોકો તાળીઓ પાડીને એમને વધાવી લેતા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SD17q8
via Latest Gujarati News
0 Comments