ઇશાન ખટ્ટર અલી અબ્બાસ ઝફર નિર્મિત ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવે તેવી શક્યતા


મુંબઇ,તા. 1 જુલાઈ 2019, સોમવાર

ઇશા ન ખટ્ટર વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'મિડનાઇટ ચિલ્ડ્રન'માં કામ કરવાનો છે તેવી વાત હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે,ઇશાને આ ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મના માંધાતાઓ સાથે તેને ક્રિએટિવ ડિફરન્સ થતાં ઇશાન હવે આ ફિલ્મનો હિસ્સો રહ્યો નથી. 

એક રિપોર્ટના અનુસાર  ઇશાનની આગામી ફિલ્મ અલી અબ્બાસ ઝફર સાથે હશે. જોકે અલી ઝફર આ ફિલ્મ દ્વારા પ્રોડકશનમાં ઝંપલાવી રહ્યો છે. આ એક લવસ્ટોરી હશે જેનું દિગ્દર્શન અલીના સહાયક દિગ્દર્શકો કરશે. '' ઇશાન અને અલીએ ફિલ્મ બાબત વાતચીત કરી લીધી છે. બન્ને જણા એક બીજા સાથે કામ કરવા રાજી છે. આ એક લવસ્ટોરી હશે જે આ વરસના અંત પર ફ્લોર પર જશે, તેમ સૂત્રે જણાવ્યું હતું.

સૂત્રે વધુમાં કહ્યુ ંહતું કે, '' અલીને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. તેને નિર્માણ ક્ષેત્રમાં ડેબ્યુ કરવા માટે આ ફિલ્મની સ્ક્રિપ્ટ યોગ્ય લાગી છે. ઇશાન સાથે અભિનેત્રી તરીકેની શોધ ચાલી રહી છે. આવતા પંદર દિવસમાં ફિલ્મની કાસ્ટ અંગે નિર્ણય લઇ લેવામાં આવશે. ''



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XemsH9
via Latest Gujarati News

Post a Comment

0 Comments