
જગન્નાથ મંદિરના શિખર પરનું સુદર્શન ચક્ર દરેક દિશા અને એંગલથી જોનાર પોતાની તરફ હોય તેમ જણાય છે
પુરી મંદિરના રસોઇ ઘરમાં પ્રસાદ બનાવવા માટીના 7 વાસણ એક બીજા પર ચડાવીને પકાવવામાં આવે છે નવાઇની વાત તો એ છે કે સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે. ત્યાર પછી ક્રમશ નીચેની તરફના વાસણોનો પ્રસાદ તૈયાર થાય છે. આ મંદિરમાં દરરોજ તૈયાર થતો પ્રસાદ દિવસ દરમિયાન કયારેય ખુટતો નથી એટલું જ નહી મંદિરના પટ બંધ થવાની સાથે વધતો પણ નથી.
મંદિરના સિંહદ્વારમાં પ્રવેશવાની સાથે જ ધૂધવતા દરીયાનો મોજાનો અવાજ બંધ થઇ જાય છે જયારે મંદિરની બહાર એક પગલું ભરવાની સાથે જ ફરી મોજાનો અવાજ સંભળાવા લાગે છે. આ સાંજના સમયે અલૌકિક અનુભવ લાગે છે.
સામાન્ય રીતે દિવસે હવા સમુદ્રથી જમીનની સપાટી તરફ જયારે જયારે સાંજે જમીનથી સમુદ્રની સપાટી તરફ વહે છે નવાઇની વાત તો એ છે ભુગોળની આ પ્રક્રિયા પુરીમાં ઉલટી જોવા મળે છે. એટલું જ નહી આ જગન્નાથ મંદિરની ધજા પવનની ઉલટી દિશામાં ફરકતી જોવા મળે છે.
મોટા ભાગના મંદિરોના શિખર પર પક્ષીઓ બેઠેલા હોય છે અને આસપાસ ઉડતા પણ દેખાય છે પરંતુ જગન્નાથ મંદિરના ધુમ્મટ પર એક પણ પક્ષી બેસતું નથી.
દિવસના કોઇ પણ સમય દરમિયાન આ મંદિરના શિખરનો લાંબો કે ટુંકો પડછાયો પડતો નથી.
જગન્નાથમંદિરનું સૌથી મોટું પ્રમાણ મહાભારતના વનપર્વમાં મળે છે. એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વવસુએ નીલમાધવના રુપમાં તેની પુજા કરી હતી. આજે પણ પુરીના મંદિરોમાં અનેક સેવક છે જેને દૈતાપતિ ના નામથી ઓળખવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KXgp8d
via Latest Gujarati News
0 Comments