
ઇઝરાયેલની શરાબ બનાવતી કંપનીએ બોટલ પર મહાત્મા ગાંધીની તસ્વીર પ્રિન્ટ કરતા વિવાદ જાગ્યો છે. જેને આખી જીંદગી દારુબંધી અને દરેક પ્રકારના વ્યસનમુકિત પાછળ ખર્ચી નાખી તે પ્રોડકટ પર ગાંધીજીની તસ્વીર હોવાનો મુદ્વો રાજયસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે ડેપ્યુટી સ્પીકર એમ વેંકૈયાનાયડુએ વિદેશમંત્રી એસ જયશંકરને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
છેવટે ઇઝરાયલની શરાબ કંપનીએ ભારતીયોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ હ્વદયથી માફી માંગી હતી. માફીમાં રજૂઆત કરી કે મહાત્મા ગાંધીનો ખૂબજ આદર સન્માન કરતા હોવાથી આ તસ્વીર પ્રિન્ટ થવાનો અફસોસ છે. આ ઉપરાંત ગાંધીજીના ફોટાવાળી શરાબની બોટલોને બજારમાંથી પાછી ખેંચવામાં આવી રહી છે એટલું જ નહી ભવિષ્યમાં આ પ્રકારની હરકત નહી થાય તેની પણ ખાતરી આપી હતી. શરાબની આ વિવાદાસ્પદ બોટલો ઇઝરાયલના 71માં સ્વતંત્રતા દિવસ ઉજવવાના ભાગરુપે તૈયાર કરવામાં આવી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3293Xrm
via Latest Gujarati News
0 Comments