કર્ણાકટ પછી હવે મધ્ય પ્રદેશનો વારો


નવી દિલ્હી, તા. 24 જુલાઈ 2019, બુધવાર

હવે રાજકીય પંડિતો એવી ગણતરી કરી રહ્યા છે કે મધ્ય પ્રદેશની કમલનાથના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની સરકારના પણ એજ હાલ થશે જે કુમાર સ્વામીની સરકારના થયા હતા. કમલનાથ સરકાર પડશે તો તેના આંતરિક વિવાદના કારણે જ પડશે તેવું પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ ચૌહાણ અને વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવ માની રહ્યા છે. કમલનાથની સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી તેમને મળેલી પાતળી બહુમતી છે. કોંગ્રેસ પાસે ૧૧૪, ભાજપ પાસે ૧૦૮, બસપાના બે, સપાનો એક, ચાર અપક્ષો અને એક એક નોમિનેટેડ તેમજ ખાલી છે.

ભાજપના નેતાઓ કહે છે કે કોંગ્રેસની સરકાર જશે તો તેમના આંતરિક ઝગડાના કારણે જશે. કર્ણાટક જેવું અહીં પણ થાય તેની શક્યતાને નકારી શકાય નહીં. દરમિયાન રાજ્યના મંત્રી જીતુ પટવને કહ્યું હતું કે કમલનાથ સરકારને કોઇ સ્પર્શી શકશે નહીં. મ.પ્રદેશમાં ભાજપના બે ધારાસભ્યએ કમલનાથ સરકારની તરફેણમાં મત આપી ભાજપને ઝટકો આપ્યો છે. આ બન્ને કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો છે.

મોદી સરકાર માટે ખતરે કી ઘંટી

શ્યામ બેનેગલના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રોના ૪૯ મહાનુભવોએ વડા પ્રધાનને એક પત્ર લખી દેશમાં ભાજપના શાસન અને તેમના દ્વારા ચલાવવામાં આવતી સરકારોમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો દ્વારા કરાઇ રહેલી મોબ લિંચિંગની અને બળજબરીથી બોલવાવામાં આવતા જયશ્રી રામની ઘટનાઓ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યસભામાં મોબ લિંચીંગની ઘટના અંગે બોલતાં ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડી એ કહ્યું હતું કે  મોબ લિંચીંગને કોની રંગ આપવા અયોગ્ય છે. બિન ભાજપ સરકારોમાં પણ આવી ઘટનાઓ બને છે.તેમણે દાવો કર્યો હતો કે ૨૦૧૩માં કોમી તોફાનોની સંખ્યા ૮૨૩ બની હતી જ્યારે ૨૦૧૮માં ૮૦૩ બની હતી.

રાજદએ તેના સભ્યોને ટીવી ચર્ચામાં ના જવા કહ્યું

 લાલુ પ્રસાદ યાદવના નેતૃત્વ હેઠળની રાજદએ તેના પ્રવકતાઓ અને નેતાઓને કોઇ પણ ટીવી ચેનલમાં ના જવા આદેશ કર્યો હતો. અન્ય પક્ષો દ્વારા કેટલીક પસંદગીની ચેનલો પર જ પ્રતિબંધ લાદ્યો હતો તેના કરતાં આ કંઇ અલગ છે. કોંગ્રેસે તો ચેનલોમાં નહીં જવાનું હજુ પણ ઓર્ડર કર્યું હતું.

બળજબરીથી કરાતું ધર્માંતરણ

પાકિસ્તાનમાં બળજબરીથી હિન્દુ યુવતીઓને મુસ્લમાન બનાવવાની કથિત ઘટનાઓ અંગે આરએસએસની મુસ્લિમ પાંખે આંતરરાષ્ટ્રીય  સમુદાયને તેની ગંભીર નોંધ લેવા કહ્યું હતું. અગાઉ વીએચપી અને અન્ય હિન્દુ સંગઠનોએ હિન્દુઓના પરાણે કરાતા ધર્માંતરણ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mbl5Hn
via Latest Gujarati News

Post a Comment

0 Comments