
(પીટીઆઇ) બેજીંગ, તા. 21 જુલાઇ, 2019, રવિવાર
શ્રીલંકાએ 1.4 અબજ ડોલરના રોકાણ સાથેના કોલંબો પોર્ટ સહિતના ચીની રોકાણના સ્થળો સાથેના નવા નકશાને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. નકશામાં એ તમામ જગ્યાઓનો સમાવેશ કરાયો છે જ્યાં ચીનનું જંગી રોકાણ છે, એમ શ્રીલંકના માધ્યમોમાં કહેવામાં આવ્યું હતું.
શ્રીલંકા નકશાની 50,000 શ્રેણીને 1995માં પુરી કરી દેવામાં આવી હતી, પરંતુ તેમાં સુધારા વધારા સાથે ફરીથી લોંચ કરાયું હતું, એમ સર્વેયર જનરલ ઓફ શ્રીલંકાએ કહ્યું હતું. નવા નકશામાં નોંધપાત્ર ફેરફારમાં કોલંબો પોર્ટ સિટિ, દક્ષિણમાં હમ્બનતોતા પોર્ટ, હાઇ વે અને મધ્ય પ્રાંતમાં આવેલા મોરાગાકાન્ધાનો સમાવેશ થતો હતો.
શ્રીલંકાના સર્વે વિભાગે ચીનના જંગી રોકાણ સાથેના નવા નકશાને આજે પ્રસિધ્ધ્ કર્યો હતો જેમાં ચીને જ્યાં જ્યાં રોકાણ કર્યું છે તે તમામ સ્થળોનો સમાવેશ કરાયો હતો, એમ એક અધિકારીએ કહ્યું હતું.' અમે માર્ચ મહિનામાં નવા નકશાની કામગીરી પુરી કરી હતી જે હવે જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.
નવી શ્રેણીમાં દેશમાં છેલ્લા પંદર વર્ષમાં જે જે પરિવર્તન થયા હતા તે તમામનો સમાવેશ કરાયો હતો. ખાસ કરીને કોલંબો પોર્ટ સિટિ અને નવું હમ્બનતોતા હાર્બર'એમ એક અધિકારીએ કહ્યું હતું. હવે પછી સર્વે વિભાગ દર બે વર્ષે નકશાને અપડેટ કરશે. નવા નકશાને બનાવવા માટે સેટેલાઇટથી લેવામાં આવેલા ફોટો તેમજ જમીન પરની સર્વે મેથડનો ઉપયોગ કરાયો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30LkuQS
via Latest Gujarati News
0 Comments