અમદાવાદ, તા 4 જુલાઈ 2019, ગુરૂવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી વિજય એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.
તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો નગરોમાં ભક્તિ ભાવ પૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે.
અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રી એ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XkrCSh
via Latest Gujarati News
0 Comments