ગૃહ મંત્રી અમિત શાહે જમાલપુરના ભગવાન જગદીશના મંદિરે જઈ મંગળા આરતી કરી

અમદાવાદ, તા. 4 જુલાઈ 2019, ગરૂવાર

દેશના ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સવારે પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. તેઓ વહેલી સવારે જ જમાલપુરમાં આવેલા ભગવાન જગદીશના મંદિરમાં પહોંચી ગયા હતા તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં જોડાયા હતા. 

ખૂબ જ ભાવપૂર્વક અમિત શાહે પોતાના ધર્મપત્ની સાથે આરતીની થાળી હાથમાં રાખી ભગવાન જગદીશની આરતી ઉતારી હતી છેલ્લા ઘણા વર્ષથી તેઓ રથયાત્રા શરૂ થાય તે પહેલા મંદિરની અંદર થતી મંગળા આરતી કરવા માટે પહોંચી જાય છે .વર્ષો જૂની આ પરંપરા અમિત શાહે આજે પણ જાળવી રાખી છે અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી કરવા માટે આવવાના હોવાથી તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં મંદિરમાં આરતી કરવા માટે આવી ગયા હતા. 

ભગવાન જગદીશની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આરતી અને પૂજા અર્ચન કર્યા બાદ તેઓએ મંગળા આરતી બાદ શ્રદ્ધાળુઓને અપાતો પ્રસાદ પણ લીધો હતો આ પ્રસાદ ખૂબ જ વિશિષ્ટ હોય છે અને વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે રથયાત્રાના દિવસે વહેલી સવારે મંગળા આરતી માટે જ તૈયાર કરવામાં આવે છે. 

વિવિધ પ્રકારના સુકામેવા અને વિવિધ પ્રકારની દાળ સાથે આ ખીચડો તૈયાર થાય છે પ્રસાદરૂપે અપાતો આ ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ભગવાનના દર્શન કર્યા બાદ અને મંગળા આરતી કર્યા પછી ખીચડીનો પ્રસાદ લીધા બાદ સમર્થકોનું અભિવાદન ઝીલીને અમિત શાહ પોતાના કાફલા સાથે એસજી હાઇવે પર આવેલા પોતાના નિવાસસ્થાને જવા માટે રવાના થયા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LwM93L
via Latest Gujarati News

Post a Comment

0 Comments