
રાજા ઇન્દ્રધનું માલવાનો રાજા હતો જેના પિતાનું નામ ભારત તથા માતાનું નામ સુમતિ હતું. અનેક ગ્રંથોમાં રાજા ઇન્દ્રધુમન અને તેના યજ્ઞ અંગે વર્ણન મળે છે. તેને અનેક યજ્ઞો કર્યા અને જળાશયો બંધાવ્યા હતા. એક દિવસ ભગવાન વિષ્ણુએ તેમને સપનામાં દર્શન આપ્યા હતા. નીલાંચલ પર્વત પરની એક ગુફામાં પોતાની મૂર્તિ છે જેને નીલ માધવ કહેવામાં આવે છે. તું આનું મંદિર તૈયાર કરીને તેમાં નીલ માધવની મૂર્તિને સ્થાપીત કરવાનો રાજાને આદેશ આપ્યો હતો.
રાજાએ પોતાના સૈનિકો અને સેવકોને નીલાંચલ પર્વત પર મૂર્તિની શોધ માટે રવાના કર્યા. આ દરમિયાન એક બ્રાહ્મણના ધ્યાનમાં આવ્યું કે સબર નામના કબીલાના લોકો નીલ માધવની પૂજા કરે છે પરંતુ પોતાના આ દેવતાની મૂર્તિને એક ગુફામાં છુપાવીને રાખી છે. છેવટે આ મૂર્તિ ઉપાડીને રાજાને આપવામાં આવી હતી. મૂર્તિની ચોરી થવાથી સબર કબીલાનો રાજા વિશ્વવસુ ખૂબજ દુખી થયો હતો.
એવું કહેવાય છે કે પોતાના ભકતને આ રીતે દુખી જોઇને ભગવાન પણ પાછા ગુફામાં આવી ગયા હતા. ભગવાને રાજા ઇન્દ્રધુમનને શરત કરી કે તું એક વિશાળ મંદિર નિર્માણ કર અને દ્વારકા તરફથી એક વિશાળ વૃક્ષ તણાઇને પુરીના દરિયા કિનારે આવી રહયું છે તેનું લાકડામાંથી મૂર્તિ તૈયાર કર.

રાજાના સેવકોએ દરિયાકિનારે તરતું વૃક્ષ તો શોધ્યું પરંતુ તેનું વજન ખૂબ હોવાથી ઉપાડી શકયા નહી. રાજા પરીસ્થિતિ પાંમી ગયા અને સબર કબીલાના વિશ્વવસુની મદદથી વૃક્ષને મંદિર સુધી લાવ્યા. થોડાક દિવસો પછી આ લાકડામાંથી કારીગરોએ મૂર્તિ કંડારવા પ્રયાસ કર્યો પરંતુ લાકડામાં કોઇ પણ ઓજાર કામ લાગતા ન હતા. લાખ પ્રયત્નો કરીને થાકયા ત્યારે ત્રણે લોકના કુશળ કારીગર ભગવાન વિશ્વકર્માએ એક વૃધ્ધ વ્યકિતનું સ્વરુપ ઘારણ કરીને રાજાને કહયું કે હું નીલ માધવની મૂર્તિ નિર્માણ કરવા માટે સક્ષમ છું.
આ સાથે જ વૃધ્ધ વ્યકિતએ શરત કરી કે મૂર્તિઓ તૈયાર કરતા 21 દિવસ લાગશે અને પોતે એકલા જ તૈયાર કરશે. જયારે મંદિરમાં મૂર્તિ તૈયાર થતી હોય ત્યારે કોઇએ પ્રવેશ કરવો નહી કે જોવા પ્રયાસ કરવો નહી. રાજાએ આ શરત માન્ય રાખતા વૃધ્ધ કારીગરે મૂર્તિ નિર્માણનું કાર્ય આરંભ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં આરી, છીણી અને હથોડીઓના ઘા ના અવાજથી સૌ પ્રસન્ન થતા હતા.

એક વાર રાજા ઇન્દ્રધુમનની રાણી ગુંડિચા પોતાની જાતને રોકી શકી નહી. તેણે મંદિરના દરવાજા નજીક જોયું તો મૂર્તિ નિર્માણ કાર્ય માટેના ઓજારોનો અવાજ આવતો ન હતો. આથી તે ગભરાઇ ગઇ અને વૃધ્ધ કારીગર મુત્યુ પામ્યો હોવાની શંકા થઇ હતી.
આથી કારીગરની શરત અને ચેતવણીને અવગણીને રાજાએ મંદિરમાં પ્રવેશ કર્યો તો એ વૃધ્ધ વ્યકિત ગાયબ હતો. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની ત્રણેય મૂર્તિઓ અધૂરી પડી હતી. ભગવાન નીલ માધવ અને તેમના ભાઇના નાના હાથ બન્યા હતા પરંતુ પગ ન હતા. જયારે સુભદ્વાના હાથ પગ બન્યા ન હતા. રાજાએ આને ભગવાનની મરજી સમજીને આ અધૂરી મૂર્તિઓને સ્થાપિત કરી હતી. હાલમાં જે મંદિર છે તે સાતમી સદીમાં તૈયાર થયું હતું. ઇસ 1174માં ઓડિશાના શાસક અનંગ ભીમદેવે તેનો જીર્ણોધ્ધાર કર્યો હતો. મુખ્ય મંદિરની આજુબાજુ નાના મોટા 30 જેટલા મંદિરો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JaD0wg
via Latest Gujarati News
0 Comments