તુળજા ભવાની મંદિરની આવક દસ વર્ષમાં બમણી થઇ


મુંબઇ તા. 14 જુલાઈ 2019, રવિવાર

તુળજાભવાની દેવીના મંદિરની આવકમાં છેલ્લા દસ વર્ષોમાં બમણો વધારો નોંધાયો છે. ભક્તોએ દેવીના ચરણે ૧૬૩ કરોડ રૂપિયાની રોકડ રકમ ૧૬૧ કિલો સોનું અને ૩,૦૫૭ કિલો ચાંદી અર્પણ કર્યું ચે. દાનપેટીની લીલામીની પ્રક્રિયા બંધ કર્યા બાદ તુળજાભવાની દેવીની શ્રીમંતાઇમાં નોંધપાત્ર વધારો થયો છે.

૨૦૧૦માં બંધ કરાયેલી લિલામી પ્રક્રિયા પહેલાના છ  વર્ષોમાં દેવીના ચરણે માત્ર ૩૪ ગ્રામ સોનું અને ૯૦૦ ગ્રામ ચોટી અર્પણ કરાઇ હોવાની નોંધ છે. દાનપેટી પર અહીંના  કર્મચારી અને અધિકારીઓએ ૨૦૦૦ કરોડ રૂપિયાની લૂટ કરી હોવાનો અહેવાલ સીઆઇડીની તપાસમાં જણાઇ આવ્યું હોંતું તેમ છતાં આ પ્રકરણે હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32jVuSi
via Latest Gujarati News

Post a Comment

0 Comments