
- પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત નેહરુ-ગાંધી પરિવારના નિષ્ઠાવાનઃ સત્યજીત તાંબે રાહુલ ગાંધીની નજીક
મુંબઈ,તા. 14 જુલાઈ 2019, રવિવાર
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદે વિધાનસભ્ય બાળાસાહેબ થોરાતની નિમણૂક કરતાં તેમના હાથમાં કોંગ્રેસની ધૂરા આપી છે. બીજી તરફ બાળાસાહેબ થોરાતનો ભાણિયો મહારાષ્ટ્ર કોંગ્રેસ યુવકના અધ્યક્ષ સત્યજીત તાંબે છે. આથી મામા ભાણીયાના હાથમાં મહારાષ્ટ્ર કોંગ્રેસની ધૂરા હોવાથી કોંગ્રેસને તારસે કે નહીં એવી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચાઈ રહ્યું છે.
બાળાસાહેબ થોરાત ગાંધી પરિવારના નિષ્ઠાવાન અને નિકટવર્તી મનાય છે. જ્યારે સત્યજીત તાંબે રાહુલ ગાંધીની નજીકના મનાય છે. લોકસભાની ચૂંટણીમાં મળેલી નિષ્ફળતા બાદ કોંગ્રેસનું લક્ષ વિધાનસભાની ચૂંટણી પર લાગ્યું છે. પરંતુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પ્રદેશાધ્યક્ષ પદથી રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં અનેક નેતાઓના નામ પ્રદેશાધ્યક્ષ પદ માટે આગળ આવ્યા હતા. પરંતુ આખરી મોવડી મંડળે બાળળાસાહેબ થોરાતની વરણી કરી હતી.
સત્યજીત તાંબે મહારાષ્ટ્ર યુવક કોંગ્રેસની જવાબદારી સ્વીકારી ત્યારથી મહારાષ્ટ્રભર ફર્યા છે. તેમણે વારંવાર સરકાર વિરુદ્ધ આક્રમક આંદોલન સુદ્ધાં તેમણે કર્યું હતું. આથી હવે મામા-ભાણીયાની જોડી ફરી કોંગ્રંેસ માટે અચ્છંે દિન આવશે કે શું તે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ સ્પષ્ટ થશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YWeEM0
via Latest Gujarati News
0 Comments