
મુંબઇ,તા. 14 જુલાઈ 2019, રવિવાર
માનુષી ચિલ્રર ફિલ્મોમાં કામ કરવાની છે તેવું ઘણા સમયથી ગાજી રહ્યું છે. પરંતુ તેણે હજી સુધી એક પણ ફિલ્મ સાઇન કરી હોવાની વાત આવી નથી.
૨૦૦૫ની ક્રાઇમ-કોમેડી ફિલ્મ 'બંટી ઔર બબલી'માં અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીએ કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. હવે આ ફિલ્મની સિકવલની વાત ચાલી રહી છે.
કહેવાય છે કે, સિકવલમાં નવા કલાકારોને લેવામાં આવવાના છે. 'ગલી બોય'નો સિદ્ધાંત ચતુર્વેદી આ સિકવલનો હિસ્સો બનશે. આ ફિલ્મની હિરોઇન માટે માનુષી ચિલ્લરનું નામ સાંભળવા મળે છે. જોકે તેણે હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી. ૨૦૧૭માં 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીતનારી માનુષી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે.
આ ફિલ્મમાં આ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. તેમજ મેકર્સની યોજના છે કે, મહેમાન ભૂમિકામાં અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીને પણ લેવામાં આવે. જોકે ફિલ્મની સ્ટારકાસ્ટની ઘોષણા હજી કરવામાં આવી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jWpSRt
via Latest Gujarati News
0 Comments