
જાકર્તા, તા.14 જુલાઇ, 2019, રવિવાર
પૂરાવ ઇન્ડોનેશિયામાં આંતરિયાળ મુલુક ટાપુ પર આજે ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ગભરાયેલા લોકો ઘરોમાંથી રસ્તા પર દોડી આવ્યા હતા, જો કે સુનામીની કોઇ જ ચેતવણી અપાઇ નહતી.
ઉત્તર મુલુક પ્રાંતમાં ટેરનેટ નગરની દક્ષિણપશ્ચિમે ૧૬૫ કિમી દૂર સાંજે આશરે ૬:૨૮ મિનિટે ભૂકંપ ત્રાટક્યો હતો જે દસ કિમીની ઉંડાઇએ હતો, એમ યુએસ જ્યોલોજીકલ સર્વેએ કહ્યું હતું.
'ગયા વર્ષે પણ પાલુમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો અને ત્યાર પછી સુનામી આવી હતી જેમાં ૨૨૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો લાપતા બન્યા હતા.'ભૂકંપ ખૂબ જોરદાર હતો જેના કારણે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. અનેક લોકો ગભરાયેલી હાલતમાં મદદની રાહ જોતા હતા'એમ સ્થાનિક આપત્તિ પ્રબંધક અધિકારી મનસુરે કહ્યું હતું.અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા, જો કે કોઇના મોતના કે નુકસાનીના સમાચાર મળ્યા નહતા.
ગયા સપ્તાહે પણ આ પ્રાંતમાં ૬.૯ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો પરંતુ એના કારણે વધારે નુકસાન થયું નહતું. ઇન્ડોનેશિયા પેસિફિકમાં 'રિંગ ઓફ ફાયર'પર આવેલું હોવાથી અહીયા અવારનવાર ભૂકંપ આવે જ છે અને અહીંયા જ્વાળામુખી પર્વતો પણ ફાટતા હોય છે.ટેકટોનિક પ્લેટો પણ વારંવરા એક બીજા સાથે અથડાતી જ હોય છે. ૨૬ ડીસેમ્બર,૨૦૦૪ના રોજ સુમાત્રામાં ૯.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ભારે સુનામી આવતા ૨૨૦૦૦૦ લોકો માર્યા ગયા હતા જેમાં ૧૭૦૦૦૦ તો એકલા ઇન્ડોનેશિયામાં જ માર્યા ગયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gf5YJh
via Latest Gujarati News
0 Comments