
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.14 જુલાઇ, 2019, રવિવાર
રાષટ્રીય સેવક સંઘએ વડા પ્રધાન મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને હેલો પર પ્રતિંબધ લાદવાની માગ કરી હતી. સંધે પરિવારે દાવો કર્યો હતો કે આ બંને સાઇટ ચીની સોશિયલ મીડિયા એપ્લીકેશન આધારિત છે અને તે રાષ્ટ્ર વિરોધી બાબતો માટે પ્લેટફોરમ બની ગઇ છે.
મોદીને લખેલા એક પત્રમાં સ્વેદેશી જાગરણ મંચે તેમના સંગઠનની ચિંતા વ્યક્ત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે આ બંને સાઇટોથી ભારતીય યુવાનો ગેર માર્ગે દોરવાય છે. '
તાજેતરના વર્ષોમાં ટિકટોક રાષ્ટ્ર વિરોધી તત્વો માટે એક મોટું પ્લેટફોર્મ બન્યા છે. તેમાં અનેક બાબતો રાષ્ટ્ર વિરોધી લખાણો હોય છે. તેમના લખાણથી દેશના માળખાને નુકસાન થઇ શકે છે, માટે તાત્કાલિક તેની પર પ્રતિબંધ લાદવો જોઇએ'એમ મંચે લખ્યું હતું.' કેટલીક જાહેરખબરોમાં વરિષ્ઠ ભારતીય રાજકારણીઓના મોર્ફ કરેલા ચિત્રો હોય છે.
ભાજપના કેટલાક હોદ્દેદારોએ ચૂંટણી પંચને ચૂંટણી પહેલાં આ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી. મંચે માગ કરી હતી કે ગૃહ મંત્રાલયે ટિકટોક અને હેવો સહિત તમામ ચીની એપ્સ પર પ્રતિંબંધ લાદવો જોઇએ. તેમણે દાવો કર્યો હતો કે ટિકટોકના માધ્યમથી ચીની જાસુસો આપણા નેતાઓની પણ જાસુસી કરી શકશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30z2FEI
via Latest Gujarati News
0 Comments