અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની જોડી રૂપેરી પડદે જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 જુલાઈ 2019, સોમવાર

ઇશાન ખટ્ટરને નિર્માતા અલી અબ્બાસ ઝફરના પ્રોડકશન હાઉસે સાઇન કર્યાની વાત આવી હતી. હવે આ ફિલ્મમાં અનન્યા પાંડેને લેવામાં આવી છે. 

'' આ ફિલ્મમાં યુવાન પેઢીનો પ્રેમ દર્ર્શાવામાં આવશે. તેથી તેણે આજના યુવાન કલાકારો આ ફિલ્મમાં લેવાનું પસંદ કર્યું છે. ઇશાન અને અનન્યાની બન્નેની પ્રથમ ફિલ્મથી દર્શકો પ્રભાવિત થયા છે. જોકે તેમણ હજી સુધી ે સાથે કામ કર્યું નથી. તેથી રૂપેરી પડદા પર  આ એક નવી જોડી તરીકે આવશે,''તેમ ફિલ્મ સાથ ેસંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું. 

ઇશાને કરણ જોહરની 'ધડક'માં કામ કર્યું છે.  'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'માં પણ તે જોવા મળ્યો હતો. અનન્યાએ પોતાની કારકિર્દીની શરૂઆત  કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ' દ્વારા કરી  હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xNMFSP
via Latest Gujarati News

Post a Comment

0 Comments