
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 જુલાઈ 2019, સોમવાર
પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી બોલીવૂડમાં આવેલી સની લિયોની આજે ભારતમાં જાણીતી થઇ ગઇ છે. આજે તે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેનો અમેરિકાના અતિ મોંઘા શહેર લોસ એન્જિલસમાં એક એકર જમીન પર પથરાયેલોઆલિશાન બંગલો છે.
સની લિયોનીના લોસ એન્જિલસના બંગલો પાંચ બેડરૂમ ધરાવે છે. આ બંગલો અમિરેકાના સૌથી લોકપ્રિય વિસ્તાર બ્રેવલી હિલ્સની નજીક ૩૦ મિનીટની ડ્રાઇવના અંતરે આવેલો છે. આ બંગલો સની લિયોનીએ પોતે જ પોતાને ભેટ કર્યો હતો.
તેણે સોશિયલ મીડિયા પર પોતાના ઘરનો ફોટો મૂકતાં લખ્યું હતું કે,, '' અમારું નાનકડું કન્ટ્રી સ્ટાઇલ ઘર, મિડલ સિટીની જમીન પરનુ ંએક એકરનું ઘર, ણારા જીવનની નવી શરૂઆત.'
સનિના પતિ ડેનિયલે કહ્યું હતું કે, '' હું અને સની આ ઘરને ઘણા લાંબા સમયથી ખરીદવા માંગતા હતા. છેક હવે અમને તેનું પઝેશન મળ્યું છે. અમે આ ઘર માટે અમે અમારા આ ઘર માટે ઈટાલી, સ્પેન અને રોમથી ઘર સજાવટની વસ્તુઓ ખરીદી છે. ઘરને સજાવટ માટે ખરીદી કરવા અમે લગભગ પુરી દુનિયા ફરી આવ્યા છે. અમે અમારા ઘરમાં શિફ્ટ થઇ ગયાછીએ અને અમારાપડોશીઓને મળવા ઉત્સાહિત છીએ.
સની લિયોનીનો મુંબઇમા ંપણ એક વૈભવી બંગલો આવેલો છે જેમાં તે પોતાના પરિવાર સાથે રહે છે.
એક સમયે સની પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતી. આજે તેને બોલીવૂડમાં આવકાર મળ્યો છે, જોકે તે પોતાનું સ્થાન જમાવી શકી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jYhLE9
via Latest Gujarati News
0 Comments