યશરાજે કરી હૃતિક રોશન અને ટાઇગર સાથેની ફિલ્મની ઘોષણા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 જુલાઈ 2019, સોમવાર

યશરાજે ફિલ્મસે  હૃતિક રોશન અને ટાગિર શ્રોફ સાથે નવી  ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નામ 'વોર'  હશે, જે આ વરસની સૌથી મોટી એકશન ફિલ્મ હશે. 

'' આ વરસની સૌથી મોટી એકશન ફિલ્મ મનાઇ રહી છે. જેમાં હૃતિક રોશન અન ેટાઇગર શ્રોફ એકશન દ્રશ્યો ભજવતા જોવા મળશે. આજના સૌથી સારા એકશન સુપરસ્ટાર્સ તરીકે આજે હૃતિક અન ેટાઇગરનું નામ જાણીતું છે. આ ફિલ્મમાં બને એકબીજા વિરુદ્ધ લડતા જોવા મળવાના હોવાથી આ ફિલ્મનું નામ અમે ' વોર' રાખ્યું છે. આ ફિલ્મને  ભારતના દર્શકો તેમજ દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયદર્શકોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવશે,'' તેમ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે જણાવ્યું હતું. 

ફિલ્મ 'વોર'માં હૃતિક સાથે વાણી કપૂર કામ કરી રહી છે. આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રીલિઝ થવાની છે. 

હૃતિક અને ટાઇગરના એકશન દ્રશ્યોની તાલીમ આપવા માટે વિદેશથી એકશન ડિરેકટરને બોલાવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LWCzao
via Latest Gujarati News

Post a Comment

0 Comments