
- શિવસેના ભવનથી બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ સુધી સેનાના નેતાઓ, શિવસૈનિકો અને ખેડૂતો કૂચ કરી જશે
મુંબઇ તા. 14 જુલાઈ 2019, રવિવાર
મહારાષ્ટ્ર ખેડૂતોને પાક વિમો મેળવી અપાવવાના નિર્ધાર સાથે શિવસેના તરફથી ૧૭મી જુલાઇએ બુધવારના રોજ મુંબઇમાં જંગી મોરચાનું આયોજન કર્યું છે. આમાં રાજ્યમાંથી શિવસેનાના સાંસદો, વિધાનસભ્યો અને કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં શિવસૈનિકો મોરચામાં જોડાશે. દાદરના શિવસેના ભવનથી બાંદરા-કુર્લા લોમ્પ્લેક્સ પર મોરચો લઇ જવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી નજર સામે રાખી શિવસેના તરફથી શક્તિ-પ્રદર્શન કરવા માટે આ મોરચાનું આયોજન કર્યું હોવાની રાજકીય વતુળોમાં ચર્ચા છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આ મોરચો કાઢવામાં આવશે. શિવસૈનિકો અને રાજ્યભરમાંથી ખેડૂતો આ મોરચામાં સામેલ થવાના હોવાથી ૧૭મી જુલાઇએ ઘડિયાળના કાંટે દોડતા મુંબઇની ગતિ ખોરવાઇ જય એવી શક્યતા વર્તાઇ રહી છે.
મુંબઇમાં ઘણા વર્ષો પછી આટલા મોટા પાયે શિવસેના તરફથી મોરચાનું આયોજન થયું છે.
મહારાષ્ટ્રનો અનેક પાક વિમા કંપનીઓ ખેડૂતોને રખડાવી રહી છે. આ કંપનીઓના મુંબઇના કાર્યાલય પર મોરચો લઇ જવામાં આવશે. મોરચાની શરૂઆત દાદરના શિવસેના ભવનથી થશે અને બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક બેન્કના મુખ્યાલય પર લઇ જવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LmQpUa
via Latest Gujarati News
0 Comments