
મુંબઈ,તા.14 જુલાઈ 2019, રવિવાર
ગયા વર્ષે ચોમાસું નબળું રહેતા નવેમ્બર ૨૦૧૮થી લાદવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપમાંથી મુંબઈગરાને આગામી બે કે ત્રણ દિવસમાં છુટકારો મળશે. મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા જળાશયોમાં ટાર્ગેટના ૪૬ ટકા પાણીનો જથ્થો એટલે ૬૭૯૯૩૨ મિલિયન લીટર પાણીનો જથ્તો જમા થયો છે. એટલે કે ૬ મહિના સુધી ચાલે એટલું પાણી ઉપલબ્ધ થઈ ગયું છે. આથી આગામી બે કે ત્રણ દિવસમાં પાણી કાપ રદ્દબાતલ કરાશે એવું પાલિકા કમિશનર પ્રવીણ પપરદેશીએ જણાવ્યું હતું.
આ અંગેની ઘોષણા કદાચ બુધવારે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં પાણી પુરવઠા વિભાગ કરશે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સાત જળાશયો પૈકી તુલસી જળાશય છલકાયું છે. મુંબઈને મોડકસાગર, તાનસા, અપર વૈતરણા, મિડલ વૈતરણા, તુલસૂ, વિહાર અને ભાતસા મળીને દરરોજ જળાશયમાંથી ૩૮૦૦ મિલિયન લીટર પાણી પુરવઠો કરાય છે. આ ઉપરાંત ૧૫૦ મિલિયન લિટર પાણી ભિવંડી અને થાણાને આપવામાં આવે છે.
જોકે અત્યારે પાણી કાપ દસ ટકા લાગુ હોવાથી મુંબઈને દરરોજ ૩૪૨૦ મિલિયન લીટર પાણી આપવામાં આવે છે. જોકે ૩૦ સપ્ટેમ્બર સુધી સાતેય જળાશય મળીને વર્ષભર માટે આશરે ૧૪૪૭૩૬૩ મિલિયન લિટર પાણીનો જથ્થો જમા થવો આવશ્યક છે.
ગયા વર્ષે માત્ર ૯૧ ટકા પાણીનો જથ્થો જમા થયો હતો. આથી પાલિકાએ મુંબઈગરાના માથે નવેમ્બર ૨૦૧૮થી ૧૦ ટકા પાણીકાપ લાદયો હતો. અત્યારે જળાશયોમાં સંતોષજનક પાણીનો જથ્થો જમા થયો છ.ે હાલમાં ૪૬ ટકાની આસપાસ પાણી જમા થયું છ. હાલમાં વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખતાં ૧૦૦ ટકા તમામ સાતેય જળાશયો છલકાશે એવી આશા છે. આથી આગામી બે કે ત્રણ દિવસમાં મુંબઈગરાના માથેથી પાણીકાપ રદ્દર કરાશે, એમ કમિશનરે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XMe3el
via Latest Gujarati News
0 Comments